કચ્છમાં હોળી-ધૂળેટીના તહેવારમાં જ ભૂકંપનો આંચકો
- રિક્ટર સ્કેલ ઉપર 2.8ની તીવ્રતા નોંધાઈ
- દુધઈ નજીક નોંધાયું કેન્દ્રબિંદુ
- વાગડમાં નવી ફોલ્ટ લાઈન સક્રીય થઈ
અમદાવાદઃ રાજ્યભરમાં હોળી-ધૂળેટીનો તહેવારની ઉજવણી કરવામાં આવી રહી છે. દરમિયાન કચ્છમાં ફરી એકવાર ભૂકંપનો આંચકો આવતા લોકોમાં ભય ફેલાયો હતો. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ ઉપર 2.8ની નોંધાઈ હતી. ભૂકંપની તીવ્રતા ઓછી હોવાથી સદનસીબે કોઈ જાનહાની નહીં થઈ હોવાનું જાણવા મળે છે. વાગડમાં નવી ફોલ્ટ લાઈન સક્રીય થતા ભૂકંપના આંચકા આવી રહ્યાં હોવાનું મનાઈ રહ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર કચ્છમાં છેલ્લા કેટલાક દિવસથી ભૂકંપના આંચકા આવી રહ્યાં છે. દરમિયાન હોળી-ધૂળેટીના તહેવારોમાં જ ભૂકંપના આંચકા આવતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. કચ્છમાં ફરીથી ભૂકંપનો આંચકો આવ્યો હતો. રિક્ટર સ્કેલ ઉપર તેની તીવ્રતા 2.8ની નોંધાઈ હતી. કચ્છમાં દુધઈથી 12 કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ હોવાનું જાણવા મળ્યુ છે.
છેલ્લા કેટલાક દિવસોથી કચ્છમાં ભૂકંપના આચંકાનું પ્રમાણ વધી રહ્યુ છે. ત્યારે તજજ્ઞોનું કહેવું છે કે, વાગડ ફોલ્ટલાઈન સક્રિય થતા ભૂકંપના આંચકા આવ્યા હોવાનું અનુમાન લગાવાઈ રહ્યુ છે.