કચ્છમાં ફરી એકવાર ધરા ધ્રુજીઃ 2.9ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો
અમદાવાદઃ ગુજરાતના સરહદી જિલ્લા કચ્છમાં વર્ષ 2001માં આવેલા ગોઝારા ભૂકંપ બાદ અવાર-નવાર ભૂકંપના હળવા આંચકા નોંધાય છે. દરમિયાન કચ્છમાં ભૂકંપનો આંચકો આવ્યો હતો. 2.9ની તીવ્રતાના ભૂકંપના આંચકાનું કેન્દ્રબિંદુ દુધઈ નજીક નોંધાયું હતું.
સુત્રોના જણાવ્યા અનુસાર કચ્છમાં કચ્છમાં ફરી ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. કચ્છના દુધઈ નજીક 2.9 ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. કચ્છમાં અવારનવાર અનેક વિસ્તારોમાં ભૂકંપના આંચકા આવતા રહે છે. દુધઈ 21 કિમી સિસ્મોલોજી પર તેનું કેન્દ્રબિંદુ નોંધાયું હતું. મોડી રાત્રે 8.30 વાગે 2.9 ની તીવ્રતાનો આ આંચકો હતો. જોકે, ભૂકંપનો આંચકો અનુભવાતા લોકો ભયભીત થઈ રસ્તા પર દોડી આવ્યા હતા.
ભૂકંપના અતિ સક્રિય એવા ઝોન-5 માં આવતા કચ્છમાં સમયાંતરે નાના-મોટા અને અતિ વિનાશકારી આંચકા પેટાળને હલબલાવી નાંખતા હોય છે. કચ્છ મેઇન લેન્ડ ફોલ્ટ લાઇન ફરી સક્રિય બનતાં આગામી વર્ષોમાં કચ્છમાં મોટી તીવ્રતા સુધીનો મોટો ભૂકંપ આવવાનો ખતરો મંડરાઇ રહ્યો છે. ચાર-ચાર ફોલ્ટ લાઇન ધરાવતા કચ્છમાં ભૂકંપ અને આંચકા આવતા રહે છે. આંચકા અને નાના ભૂકંપ આવતા રહે તે એક રીતે સારી વાત સંશોધકો જણાવે છે.
(PHOTO-FILE)