- પાલનપુરમાં ભૂકંપના આંચકા
- રિક્ટર સ્કેલ પર તીવ્રર્તા 4.6
અમદાવાદ- છેલ્લા ઘણા દિવસોથી દેશભરના અનેર વિસ્તારોમાં સામાન્ય ભૂકંપના આચંકાો આવવાની ઘટના જોવા મળી રહી છે, જેમાં મોડી રાતે 2 વાગ્યે આસપાર રાજસ્થાનના ઝાલોર બાદ વહેલી સવારે ગુજરાતના પાલનપુરમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
ભૂકંપને લઈને લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો, લોકો જાન પર જોખમ ન લેતા ઘરની બહાર દોડી આવ્યા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવર્તા 4.6 નોંધવામાં આવી છે, આ સાથે જ ભૂકંપનું કેન્દ્રબિંન્દુ પાલનપુર થી 92 કિલોમીટર દુર ભીનામાલ પાસે નોંધવામાં આવ્યું છે.
મળતી માહિતી પ્રમાણે આ આચંકા સામાન્ય હોવાથી કોઈ પણ માલને કે જાનને નુકશાનની ઘટના બનવા પામી નથી, ભૂકંપનો આંચકો વહેલી સવારે અનુભવાયો હતો ઉલ્લેખનીય છે કે આજ મહિનામાં પાલનપુરમાં અવારનવાર ભુકંપના આચંકાઓ અનુભાયા છે.