- પુંછ-રાજૌરી જિલ્લામાં ભૂકંપના આંચકા
- જાનહાનિ કે જાન-માલને કોઈ નુકસાન નહીં
- અગાઉ પણ અનેક જિલ્લાઓમાં અનુભવાયા હતા આંચકા
શ્રીનગર :જમ્મુ-કાશ્મીરના પુંછ અને રાજૌરી જિલ્લામાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. મળતી માહિતી મુજબ અત્યાર સુધી કોઈ જાનહાની કે જાન-માલના નુકસાનના સમાચાર નથી.આ પહેલા 14 જૂને રાજ્યના અનેક જિલ્લાઓમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાન-તાજિકિસ્તાનમાં હતું અને તેની તીવ્રતા 5.1 માપવામાં આવી હતી.ભારતની વાત કરીએ તો ગયા મહિને પણ કેટલાક ભૂકંપ આવ્યા હતા.જેમાં હિમાચલ પ્રદેશ (3.5 તીવ્રતા), અરુણાચલ પ્રદેશ (4.2 તીવ્રતા)માં આંચકા અનુભવાયા હતા.
આ બાબતે જાણકારોનું માનવું છે કે જમીનની અંદર આવેલી પ્લેટોમાં હલનચલન થવાના કારણે ભૂકંપ આવે છે અને જમીનમાં ધ્રુજારી ઉત્પન થવાના કારણે આંચકાઓ અનુભવાય છે. જમીનની અંદર આવેલી પ્લેટો છેલ્લા કેટલાક સમયથી વધારે સક્રિય થઈ હોવાના કારણે આ પ્રકારની ઘટનાઓ બને છે.