Site icon Revoi.in

મહારાષ્ટ્રના રત્નાગિરીમાં ભૂકંપના આંચકા – રિક્ટર સ્કેલ પર તીવ્રતા 4.0 નોંધાઈ

Social Share

મુંબઈઃ- દેશના કેટલાક વિસ્તારોમાં અવાન નવાર ભૂકંરની ઘટનાો સામે આવતી રહેતી હોય છે, છેલ્લા ઘણા દિવસોથી દેશના જૂદા જૂદા વિસ્તારોમાં ભૂકંપની ઘટનાઓ બનતી જોવા મળી છે,ત્યારે આજે ફરી એક વખત મહરાષ્ટ્રમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

મળતી માહિતી પ્રમાણે મહારાષ્ટ્રના રત્નાગીરીમાં આજરોજ સોમવારે સવારે ભૂકંપનો આંચકો આવ્યો હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.0 માપવામાં આવી હતી.

આ સાથે જ નેશનલ સેન્ટર ઓફ સિસ્મોલોજી પ્રમાણે ભૂકંપનું કેન્દ્ર મુંબઈથી 350 કિમી દૂર રત્નાગીરી જિલ્લામાં  નોંધવામાં આવ્યું હતું. તેમનો સ્ત્રોત જમીનથી 5 કિમી નીચે નોંધવામાં આવ્યો હતો.

આ સમગ્ર બાબતે એનસીએસના વડા જેએલ ગૌતમના જણાવ્યા પ્રમાણે, સવારે લગભગ 2.36 વાગ્યે આ આંચકા અનુભવાયા હતા. જો કે હજુ સુધી આ આંચકાઓમાં કોઈ જાનહાનિ કે જાન-માલને નુકસાન થયાના સમાચાર સામે આવ્યા નથી.