અરુણાચલ પ્રદેશના તવાંગમાં ભૂકંપના આંચકા – રિક્ટર સ્કેલ પર તીવ્રતા 3.5 નોંધાઈ
- અરુણાચલ પ્રદેશમાં તવાંગમાં ભૂકંપના આંચકા
- રિક્ટર સ્કેલ પર તીવ્રતા 3.5 નોંધાઈ
અરુણાચલ પ્રદેશમાં અવાર નવાર ભૂકંપ આવવાની ઘટનાઓ બનતી રહેતી હોય છે, ત્યારે હવે આજે બપોરે અરુણાચલ પ્રદેશના તવાંગ વિસ્તારમાં 12 વાગ્યેને 44 મિનિટે ફરી એક વકત ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
જાણવા મળતી વિગત અનુસાર નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી પર તવાંગ વિસ્તારમાં આવેલા આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.5 નોંધવામાં આવી હતી. અત્યારસુધીમાં હજુ સુધી કોઈ જાનહાનીના સમાચાર મળી રહ્યા નથી. માનવામાં આવી રહ્યું છે કે આ આંચકાથી કોઈ મોટું નુકસાન થવા પામ્યું નથી.
જો કે આંચકો આવતાની સાથે લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા,સામાન્ય હલનચલન દેખાતા તરત લોકો પોતાના જીવ બચાવવા માટે ખુલી જગ્યાએ આવી ગયા હતા.