- અરુણાચલ પ્રદેશમાં ભુકંપના આંચકા
- રિક્ટર સ્કેલ પર 4.6 તીવ્રતા નોંધાઈ
દિલ્હીઃ- ઉત્તર-પૂર્વ રાજ્યોમાં છેલ્લા કેટલાક દિવસોથી અવાર નવાર ભૂકંપના આંચકા આવવાની ઘટના બની રહી છે.ત્યારે મંગળવારની રાતે 1દ વાગ્યા આસપાસ અરૂણાચલ પ્રદેશના તવાંગમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. સિસ્મોલોજીના નેશનલ સેન્ટરએ ભૂકંપની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે,ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.6 માપવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, સોમવારે સવારે છ વાગ્યે અરુણાચલ પ્રદેશની રાજધાની ઇટાનગરમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા 3.0 નોંધવામાં આવી હતી. આ પહેલા રવિવારે અરુણાચલ પ્રદેશ અને મણિપુરમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રવિવારે બપોરે 1 વાગ્યે અરુણાચલ પ્રદેશમાં 3.1 ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો.
ભૂકંપનું કેન્દ્ર પૃથ્વીની સપાટીથી 17 કિમી નીચે અરુણાચલમાં પ શ્વિમમાં જમીનથી 17 કિમી નીચે રહ્યું હતું. . 20 મિનિટ પછી, મણિપુરના શિરૂઇ નજીક પણ ભૂકંપ આવ્યો હતો, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.6 હતી.
આ સાથે જ શનિવારે રાત્રે આસામમાં 4.2 ની તીવ્રતાના ભુકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર, જે બપોરે 1 વાગ્યે આસપાસ આવેલા ભુકંપનું કેન્દ્ર તેજપુરથી 39 કિ.મી. પશ્ચિમમાં જમીનથી 30 કિ.મી.ની ઊંડાઈએ રહ્યું હતું.