જયપુરઃ દેશમાં છેલ્લા કેટલાક સમયથી ભૂકંપના આંચકામાં નોંધપાત્ર વધારો થયો છે. દરમિયાન રાજસ્થાનના બાલોત્રામાં આજે બપોરના સમયે ભૂકંપનો આંચકો આવતા લોકોમાં ભય ફેલાયો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ બાલોત્રામાં જ નોંધાયું હતું. સદનસીબે ભૂકંપના આ આચંકામાં કોઈ જાનહાની થઈ નહીં હોવાનું જાણવા મળે છે.
રાજસ્થાનના બાલોત્રા જિલ્લામાં બપોરના સુમારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા 3.2 હતી. લોકોએ ભૂકંપનો આંચકો અનુભવ્યો હતો. નેશનલ સિસ્મોલોજી સેન્ટરના જણાવ્યા અનુસાર બલોત્રામાં બપોરે 1.43 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. તેની તીવ્રતા 3.2 રિએક્ટર હતી. ભૂકંપનું કેન્દ્ર પણ બાલોત્રા હતું. લગભગ 5 કિલોમીટરના વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.