દિલ્હીઃ ઈન્ડોનેશિયા કે જ્યાં સતત ભૂકંપ આવવાની ઘટનાઓ બનતી રહેતી હોય છએ ત્યારે આજે ગુરુવારની સવારે ફરી અહીની ઘરતી ભયાનક રીતે ઘ્રુજી હતી ભૂકંપના ભયાનાક આચંકાઓથી લોકોમાં ફરી ડરનો માહોલ જોવા મળ્યો હતો.જો કે અહી દાનહાનિના કોઈ સમાચાર નોંધાયા નથી.
પ્રાપ્ત વિગત પ્રમાણે આજરોજ ગુરુવારે વહેલી સવારે મધ્ય ઇન્ડોનેશિયામાં પૂર્વ નુસા તેન્ગારા પ્રાંતમાં ભૂકંપ આવ્યો હતો, રિક્ટર સ્કેલ પર જેની તીવ્રતા 6.3 નોંધવામાં આવી છે. અગાઉ ભૂકંપનું આકલન 6.6ની તીવ્રતા સાથે કર્યું હતું.
આ ભૂકંપ આજરોજ જકાર્તાના સમય મુજબ સવારે 4 વાગ્યેને 5 મિનિટ આસપાસ આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર બિદું પ્રાંતના કુપાંગ શહેરથી 15 કિલોમીટર દક્ષિણપૂર્વમાં 25 કિલોમીટરની ઊંડાઈએ નોંધવામાં આવ્યું હતું.
જોકે પ્રાંતના ઘણા શહેરોમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા, પરંતુ હાલમાં કોઈ નુકસાનના કે જાનહાનિના સમાચાર નથીજ્યારે ભૂકંપ આવ્યો, ત્યારે કુપાંગની એસ્ટન હોટલના લોકો ગભરાઈ ગયા, જેના કારણે લગભગ 100 લોકો તેમના રૂમ છોડીને હોટલની સામે એકઠા થઈ ગયા. હોટલમાં કોઈ નુકસાન થયું ન હતું અને મોટાભાગના લોકો પાછળથી તેમના રૂમમાં પાછા ફર્યા હતા.
સામાન્ય રીતે ઈન્ડોનેશિયામાં ભૂકંપના કારણે સુનામીનો ભય રહે છે, પરંતુ એજન્સીએ આવી કોઈ ચેતવણી જારી કરી નથી. ભૂકંપનું કેન્દ્ર કિનારે 25 કિલોમીટરની ઊંડાઈએ હતું અને પૂર્વ નુસા તેન્ગારા પ્રાંતની રાજધાની કુપાંગથી લગભગ 15 કિલોમીટર દૂર હતું.
આ અગાઉ દક્ષિણ સેન્ડવિચ ટાપુઓમાં 5.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો બુધવારના રોજ દક્ષિણ સેન્ડવિચ આઇલેન્ડ ક્ષેત્રમાં 5.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. GFZ જર્મન રિસર્ચ સેન્ટર ફોર જીઓસાયન્સે ગુરુવારે આ માહિતી આપી હતી. ભૂકંપનું કેન્દ્ર 57.21 ડિગ્રી દક્ષિણ અક્ષાંશ અને 25.68 ડિગ્રી પશ્ચિમ રેખાંશમાં 10.0 કિલોમીટરની ઊંડાઈએ હતું.