Site icon Revoi.in

અલ સાલ્વાડોરમાં ભૂકંપના આચંકાઓ અનુભવાયા – રિક્ટર સ્કેલ પર 6.5ની તીવ્રતા નોંધાઈ

Social Share

દિલ્હીઃ- દેશ વિદેશમાં અવાર નવાર ભૂકંપની ઘટનાઓ બનતી સામે આવી રહી છે ત્યારે વિતેલી સાંજે મંગળવારે અલ્ સાલ્વાડોરની રાજધાની ઘ્રુજી ઉઠી અહી અહી ભયાનક ભૂકંપના આચકાઓ અનુભવાતા લોકોમાં ડર જોવા મળ્યો હતો.

પ્રાપ્ત વિગત પ્રમાણે મંગળવારે સાંજે અલ સાલ્વાડોરના પેસિફિક દરિયાકાંઠે લગભગ 70 કિલોમીટરની ઊંડાઈએ 6.5 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, યુનાઈટેડ સ્ટેટ્સ જીઓલોજિકલ સર્વેએ જણાવ્યું હતું કે, મધ્ય અમેરિકાના કેટલાક દેશોમાં તેનો અનુભવ થયો હતો.

અલ સાલ્વાડોરના પર્યાવરણ મંત્રાલયે જણાવ્યું હતું કે નુકસાનના કોઈ તાત્કાલિક અહેવાલો નથી અને ભૂકંપને કારણે અલ સાલ્વાડોર માટે સુનામીની ચેતવણી આપવામાં આવી નથી. આ સિવાય મધ્ય અમેરિકા ક્ષેત્રના દરિયાકાંઠે 6.6ની તીવ્રતાનો ભૂકંપ પણ આવ્યો છે.