દક્ષિણ અમેરિકાના દેશ ચિલીમાં ભૂકંપના આંચકા અનુભવાયા,અફઘાનિસ્તાનમાં પણ ધરતી ધ્રૂજી
દિલ્હી:દક્ષિણ અમેરિકાના દેશ ચિલીમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. ગુરુવારે મોડી રાત્રે આવેલા આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.2 માપવામાં આવી છે. આ પછી અફઘાનિસ્તાનમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે.
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ચિલીમાં જબરદસ્ત આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.2 માપવામાં આવી છે. તેનું કેન્દ્ર ચિલીની રાજધાની સેન્ટિયાગોથી 328 કિમી દક્ષિણપશ્ચિમમાં હોવાનું કહેવાય છે. આ ભૂકંપ ચિલીમાં 30 માર્ચે 23:03:12 વાગ્યે આવ્યો હતો. તેનું કેન્દ્ર જમીનની અંદર 13 કિમી ઊંડે હતું. આ પહેલા 23 માર્ચે ચિલીમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.3 માપવામાં આવી હતી.
ચિલી બાદ અફઘાનિસ્તાનમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. કાબુલ નજીક આવેલા આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.4 માપવામાં આવી હતી. તેનું કેન્દ્ર કાબુલથી 189 કિમી ઉત્તર-પૂર્વમાં અને જમીનની અંદર 152 કિમી ઊંડે હતું. આ પહેલા બુધવારે પણ અફઘાનિસ્તાનમાં ભૂકંપ આવ્યો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, તે ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.3 માપવામાં આવી હતી. તેનું કેન્દ્ર કાબુલથી 85 કિમી પૂર્વમાં હતું.
જાણકારો મુજબ જમીનના અંદરના ભાગમાં આવેલા પ્લેટની જે હલન ચલન થાય છે અથવા તેના પર આવતા દબાણના કારણે ભૂકંપ આવ્યો હોય તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. લોકો દ્વારા હાલ સતર્કતા અને સલામતી દાખવવામાં આવી રહી છે .જેના કારણે જાનહાનિ થઈ રહી નથી.અચાનક આવતા ભૂકંપના કારણે લોકોમાં પરેશાની પણ વધારે જોવા મળી રહી છે.