Site icon Revoi.in

તુર્કીમાં ભૂકંપના આંચકા અનુભવાયા,જાણો કેટલી નોંધાઈ તીવ્રતા?

Social Share

દિલ્હી: તુર્કીમાં જોરદાર ભૂકંપના કારણે ધરતી ધ્રૂજી ઉઠી છે. જોરદાર ભૂકંપના કારણે લોકો ભયભીત બની ગયા હતા. લોકો ડરીને ઘરની બહાર નીકળી ગયા હતા. અગાઉ પણ તુર્કીમાં ખૂબ જ તીવ્ર ભૂકંપ આવ્યો હતો, જેણે ભારે તબાહી મચાવી હતી. જોરદાર ભૂકંપ વચ્ચે હજુ સુધી કોઈ જાનહાની કે નુકસાનીના અહેવાલ નથી. સોમવારે ઉત્તર પશ્ચિમ તુર્કીમાં મધ્યમ તીવ્રતાનો આ ભૂકંપ આવ્યો હતો. ભૂકંપના કારણે લોકો ભયભીત થઈ ગયા હતા અને ઘરની બહાર નીકળી ગયા હતા. ભૂકંપના કારણે જાનમાલના નુકસાન અંગે હજુ સુધી કોઈ માહિતી નથી.

ડિઝાસ્ટર મેનેજમેન્ટ એજન્સી એએફએડીના જણાવ્યા અનુસાર, 5.1 તીવ્રતાના ભૂકંપનું કેન્દ્ર બુર્સા પ્રાંતના જેમલિક શહેર નજીક મરમારાના સમુદ્રમાં હતું. ભૂકંપ સ્થાનિક સમય અનુસાર સવારે 10:42 વાગ્યે સમુદ્રમાં આશરે નવ કિલોમીટરની ઊંડાઈએ આવ્યો હતો.

ભૂકંપના આંચકા ઈસ્તાંબુલ અને આસપાસના અન્ય વિસ્તારોમાં અનુભવાયા હતા જ્યાં લોકો તેમના ઘરો અને ઓફિસોમાંથી બહાર આવી ગયા હતા. ફેબ્રુઆરીમાં આવેલા 7.8-તીવ્રતાના વિનાશક ભૂકંપે દક્ષિણ અને દક્ષિણપૂર્વીય તુર્કીના 11 પ્રાંતો તેમજ ઉત્તર સીરિયાના ભાગોને તબાહ કરી દીધા હતા. તુર્કીમાં 50,000 થી વધુ લોકો માર્યા ગયા હતા

આ પહેલા મોડી રાત્રે પાકિસ્તાન અને ફિલિપાઈન્સમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. પાકિસ્તાનમાં રાત્રે 11.52 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. પાકિસ્તાનના પશ્ચિમ વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. બીજી તરફ ફિલિપાઈન્સમાં ગઈકાલે પણ ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા.આ ભૂકંપ બાદ દક્ષિણ ફિલિપાઈન્સ અને ઈન્ડોનેશિયા, પલાઉ અને મલેશિયાના ભાગોમાં સુનામી આવવાની આશંકા હતી. ફિલિપાઈન્સની એક સરકારી એજન્સીએ મિંડાનાઓના પૂર્વ કિનારે આવેલા સુરીગાઓ ડેલ સુર અને દાવાઓ ઓરિએન્ટલ પ્રાંતના લોકોને તાત્કાલિક ઊંચાઈ પર ખસી જવાની સલાહ આપી છે.