Site icon Revoi.in

જાપાનમાં જોરદાર ભૂકંપના આચંકાઓ અનુભવાયા- રિક્ટર સ્કેલ પર તીવ્રતા 6.2 નોંધાઈ

Social Share

 

દિલ્હી –  જાપાન એવો દેશ છે કે જે ભૂકંપ માટે જાણીતો છે અહી અવાર નવાર ભૂકંપના આચંકાઓ આવવા સામાન્ય વાત છે આ સાથે જ કેટલાક ભયાનક ભૂકંપ પણ જાપાનમાં આવી ચૂક્યા છે ત્યારે આજે ફરી એક વખત જાપાનની ઘરા જોરદાર ઘ્રુજી ઉઠી હતી.

પ્રાપ્ત વિગત પ્રમાણે આજરોજ ઉત્તરી જાપાનના હોક્કાઇડો પ્રીફેક્ચરમાં  ભૂકંપના આંચકા અનુભવાયા હતા. યુનાઇટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વે ની જો માનવામાં આવે તો રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.2 માપવામાં આવી છે.

આ ભૂકંપમાં અત્યાર સુધી કોઈ પણ પ્રકારની જાનહાનિ કે નુશાન થયું નથી,જો કે ભૂકંપની તીવ્રતા વધુ હોવાના કારણે લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા અને અફરાતફરકીનો માગોલ સર્જાયો હતચો અને લોકોમાં ડર પણ જોવા મળ્યો હતો.

સામાન્ય રીતે જાપાનમાં જો જોરદાર ભૂકંપ આવે તો સુનાવણીની આગાહી કરવામાં આવી તી હોય છએ જો કે આજરોજ આવેલા ભૂકંપના કારણે હાલમાં સુનામીની કોઈ ચેતવણી જારી કરવામાં આવી નથી.

આ ભૂકંપના કારણે ચિટોઝ અને અત્સુમાચો શહેરો સહિત મોટાભાગના ટાપુઓ કાંપવા લાગ્યા હતા અહી આ પહેલા 26 મેના રોજ જાપાનમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. જો કે આ પ્રથમ વખત નથી કે અહી આવા જોરદાર આચંકાઓ આવ્યા હોય અનેક વખત આ પ્રકારના ભૂકંપની ઘટનાઓ બનતી રહેતી હોય છે.

જો આ ભૂકંપના  કેન્દ્ર  બિંદુની વાત કરીએ તો તે  ઉરકાવા શહેરના દરિયાકિનારે નોઁધાયું હતું. જાપાની હવામાન એજન્સીએ આપેલી જાણકારી અનુસાર ભૂકંપ જાપાનના સમય મુજબ સાંજે  6 વાગ્યેને 50 મિનિટને આસપાસ અનુભવાયો હતો.