- ન્યુઝિલેન્ડમાં ભૂકંપના આચંકાઓ
- તીવ્રતા 7.1 નોંધાઈ
દિલ્હીઃ- દેશ વિદેશમાંથી અવાર નવ રા ભૂકંપના સમાચારો સામે આવી રહ્યા છે, ત્યારે હવે ન્યુઝિલેન્ડમાંથી જોરદાર ભૂકંપના આચંકાઓ આવ્યા હોવાની માહિતી મળી રહી છએ આ આચંકાો એટલા જોરદાર હતા કે થોડી સેક્ન્ડો માટે ઘરતી ઘ્રુજતી જ રહી હતી.
પ્રાપ્ત વિગત પ્રમાણે અહીં આજરોજ ગુરુવારે આ આચંકાો અનુભવાયા હતા જેની તીવર્તા 7.1 માપવામાં આવી છે વિશ્વમાં ભૂકંપની ગતિવિધિઓ પર નજર રાખતી સંસ્થા યુનાઇટેડ સ્ટેટ્સ જીઓલોજિકલ સર્વેએ આ જાણકારી આપી હતી તેમણે આપેલ માહિતી મુજબ , કર્માડેક ટાપુઓમાં 7.1-ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.
ન્યુઝિલેન્ડમાં આવેલો ભૂકંપનું ભૂકંપનું કેન્દ્ર જમીનથી 10 કિલોમીટરની ઊંડાઈએ હતું. તે જ સમયે, યુએસ સુનામી ચેતવણી પ્રણાલી દ્વારા 300 કિમીની ત્રિજ્યામાં આવતા ટાપુઓ માટે સુનામીની ચેતવણી જારી કરવામાં આવી છે.
બીજી તરફ નેશનલ ઈમરજન્સી મેનેજમેન્ટ એજન્સીએ કહ્યું છે કે ભૂકંપના જોરદાર આંચકા બાદ ન્યુઝીલેન્ડ માટે સુનામીનો કોઈ ખતરો નથી. ન્યુઝીલેન્ડનો વિસ્તાર ભૂકંપ સંવેદનશીલ વિસ્તારમાં આવે છે. તે વિશ્વની બે મુખ્ય ટેક્ટોનિક પ્લેટ (પેસિફિક પ્લેટ અને ઓસ્ટ્રેલિયન પ્લેટ) ની સીમા પર સ્થિત છે. ન્યુઝીલેન્ડમાં દર વર્ષે હજારો ભૂકંપ આવે છે.