Site icon Revoi.in

ઝારખંડમાં ભૂકંપના આંચકા અનુભવાયા,જાણો રિક્ટર સ્કેલ પર કેટલી હતી તીવ્રતા

Social Share

રાંચી: દેશ-વિદેશમાં ભૂકંપની અવારનવાર ઘટનાઑ બનતી હોય છે. ત્યારે ઝારખંડમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જેની તીવ્રતા 3.7 નોંધાઈ હતી.

પ્રાપ્ત માહિતી મુજબ, ઝારખંડની ઉપ રાજધાની દુમકામાં મંગળવારે રાત્રે 3.35 કલાકે જોરદાર અવાજ સાથે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.7 માપવામાં આવી હતી. રાંચીના હવામાન કેન્દ્રના નિર્દેશક ડૉ.અભિષેક આનંદે ભૂકંપની પુષ્ટિ કરી છે.

જો કે આ ભૂકંપના કારણે કોઈ જાનહાની થઈ નથી. ભૂકંપના આંચકા અનુભવાતા જ મોટી સંખ્યામાં લોકો ભયભીત થઈ ગયા હતા અને ઘરની બહાર નીકળી ગયા હતા. ભૂકંપનું કેન્દ્ર દૂમકા જિલ્લાના ઉત્તર-ઉત્તરપૂર્વમાં 24 કિલોમીટર દૂર જમીનથી પાંચ કિલોમીટરની ઊંડાઈએ હતું.

ગઈકાલે એટલે કે સોમવારે રાત્રે લગભગ 9.53 કલાકે હરિયાણાના ઝજ્જરમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.1 માપવામાં આવી હતી. અહીં પણ ભૂકંપના કારણે જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી.

જાણકારો મુજબ જમીનના અંદરના ભાગમાં આવેલા પ્લેટની જે હલન ચલન થાય છે અથવા તેના પર આવતા દબાણના કારણે ભૂકંપ આવ્યો હોય તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. લોકો દ્વારા હાલ સતર્કતા અને સલામતી દાખવવામાં આવી રહી છે .જેના કારણે જાનહાનિ થઈ રહી નથી.અચાનક આવતા ભૂકંપના કારણે લોકોમાં પરેશાની પણ વધારે જોવા મળી રહી છે.