અમેરિકાના ઉત્તરી કેલિફોર્નિયામાં ભૂકંપના આંચકા અનુભવાયા,રિક્ટર સ્કેલ પર 6.4 ની તીવ્રતા નોંધાઈ
- ઉત્તરી કેલિફોર્નિયામાં ભૂકંપના આંચકા
- રિક્ટર સ્કેલ પર 6.4 ની તીવ્રતા નોંધાઈ
- હાજારો ઘરોમાં વીજળી થઈ ગુલ
દિલ્હી:અમેરિકાના ઉત્તરી કેલિફોર્નિયાના દરિયાકાંઠે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.4 માપવામાં આવી હતી.ભૂકંપ એટલો જોરદાર હતો કે શહેરના એક પુલ અને અનેક રસ્તાઓને નુકસાન થયું હતું.જેના કારણે બે લોકો ઘાયલ પણ થયા છે.ત્યાં હજારો ઘરોની વીજળી ગુલ થઈ ગઈ હતી.સૈન ફ્રાન્સિસ્કોની ઉત્તરે 215 માઈલ (350 કિમી) દૂર આવેલા ભૂકંપને કારણે શહેરમાં ગેસ લીક થયો,પાવર લાઈનો નીચે પડી અને બિલ્ડિંગમાં આગ લાગી. જે ટૂંક સમયમાં ઓલવાઈ ગઈ હતી.અન્ય બે ઈમારતો પણ ધરાશાયી થઈ હતી.
અધિકારીઓએ જણાવ્યું કે,ભૂકંપ પછી 2:34 વાગ્યે (1034 જીએમટી) વિભાગને 70 ઈમરજન્સી કોલ મળ્યા હતા, જેમાં ફસાયેલા અને બચાવની જરૂરિયાતવાળા વ્યક્તિના અહેવાલનો સમાવેશ થાય છે. શેરિફ ઓફિસે જણાવ્યું હતું કે હમ્બોલ્ટ કાઉન્ટીમાં ભૂકંપના કેન્દ્રની નજીક બે લોકો ઘાયલ થયા હતા, જ્યાં રસ્તાઓ અને ઘરોને વ્યાપક નુકસાન નોંધાયું હતું.સ્થાનિક મીડિયાએ શેરિફની ઓફિસને ટાંકીને જણાવ્યું હતું કે,ઘાયલોમાંથી એકને માથામાં ઈજા થઈ હતી અને બીજાને હિપનું હાડકું તૂટ્યું હતું.
હાલ ભૂકંપના કારણે કોઈના મોતની કોઈ માહિતી નથી.જાણકારો મુજબ જમીનના અંદરના ભાગમાં આવેલા પ્લેટની જે હલન ચલન થાય છે અથવા તેના પર આવતા દબાણના કારણે ભૂકંપ આવ્યો હોય તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. લોકો દ્વારા હાલ સતર્કતા અને સલામતી દાખવવામાં આવી રહી છે .જેના કારણે જાનહાની થઈ રહી નથી. અચાનક આવતા ભૂકંપના કારણે લોકોમાં પરેશાની પણ વધારે જોવા મળી રહી છે.