- સુરત પાસેના વિસ્તારની ઘરા ઘ્રુજી
- ભૂકંપની તીવ્રતા 3.5 નોંધાઈ
સુરતઃ– લદ્દાખ અને બિહારના પટના ગઈ કાલે ભૂકંપના આચંકા અનુભવાયા હતા ત્યારે આજ રોજ ગુજરતાના શહેર સુરત પાસે ભૂકંપના આચંકા હોવાની જાણકારી પ્રાપ્ત થઈ રહી છે,ઉલ્લેખનીય છે કે દેશભરમાં ભૂકંપના આચંકાઓ આવવાની ઘટના જાણે સામાન્ય બનતી જઈ રહી છે,અનેક જગ્યાઓ પર ભૂકંપના આચંકાઓ આવી રહ્યા છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે આજરોજ 20લ ઓક્ટોબર ગુરુવારે સવારે ગુજરાતમાં સુરતથી 61 કિમી દક્ષિણ-પૂર્વ દિશામાં ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.5 માપવામાં આવી હતી. હાલમાં આમાં કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત નથી. આ પહેલા બુધવારે નેપાળમાં આવેલા ભૂકંપના કારણે બિહાર સહિત ભારતના ઘણા વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી પ્રમાણે આજે સવારે 10.26 વાગ્યે સુરતથી 61 કિમી દક્ષિણ-પૂર્વમાં આ આચંકાઓ અનુભવાયા હતા. ભૂકંપની ઊંડાઈ જમીનથી 7 કિમી નીચે નોંધવામાં આવલી હતી. આ ભૂકંપ જોરદાર ન હોવાથી માત્ર લોકોને કંપન જ અનુભવ્યો હતો કોઈ નુકશાન થવા પામ્યું ન હતું