Site icon Revoi.in

નેપાળના કાઠમંડુમાં ભૂકંપના આચંકા – રિક્ટર સ્કેલ પર તીવ્રતા 4.5 નોંધાઈ

Social Share

કાઠમંડુઃ- નેપાળમાં અવાર નવા ભૂકંપના આચંકાો અનુભાવાતા હોય છે ત્યારે વિતેલી રાત્રે પણ નેપાળના કાઠમંડુમાં ભૂકંપના આચંકાઓ અનુભવાયા હતા. પ્રાપ્ત વિગત પ્રમાણે ગઈ કાલે રાત્રે 10 વાગ્યેને 53  મિનિટ નેપાળના કાઠમંડુમાં ઘરા ઘ્રુજી ઉઠી હતી.

રવિવારે રાત્રે અહીં આવેલા ભૂકંપની તીવ્રતા 4.5ની  મનોંધવામાં આવી હતી. દેશના ભૂકંપ મોનિટરિંગ એન્ડ રિસર્ચ સેન્ટરના જણાવ્યા અનુસાર ગઈકાલે રાત્રે 10 કલાકને 50 મિનિટે   આવેલા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.5 નોંધાઈ હતી. ભૂકંપનું કેન્દ્ર કાઠમંડુથી 50 કિમી પશ્ચિમમાં ધાડિંગ જિલ્લામાં હતું.આ સાથે જ ભારતના ઉત્તરકાશીમાં પણ ભૂંકપના આચંકાઓ અનુભવાયા હતા.

જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે લોકો ઘરમાં સુતા હતો જો કે કંપારીના કારણે લોકો જાગી ગયા હતા અને ભયનો માહોલ જોવા મળઅયો હતો. આ સાથે જ કાઠમંડુ અને અન્ય નજીકના જિલ્લાઓમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જો કે હજુ સુધી જાનમાલને નુકસાન કે જાનહાનિ અંગે કોઈ માહિતી નથી.

તમને જણાવી દઈએ કે કાઠમંડુમાં ઓક્ટોબરમાં પણ ભૂકંપ આવ્યો હતો. ત્યારે નેપાળમાં ભૂકંપના આંચકા અનુભવાયાની સાથે નેપાળને અડીને આવેલા ભારતના સરહદી રાજ્યોમાં પણ તેની અસર જોવા મળી હતી. કહેવામાં આવ્યું હતું કે બિહારના પટના સહિત અન્ય ઘણી જગ્યાએ ભૂકંપના આંચકા અનુભવાયા હતા,.