આજે સવારે જમ્મુ કાશ્મીરમાં પણ અનુભવાયા ભૂકંપના આચંકાઓ , રિક્ટર સ્કેલ પર તીવ્રતા 3.9 નોંઘાઈ
શ્રીનગર- વિતેલી મોડી રાત્રે ઉત્તરકાશીની ઘરતી ઘ્રુજી હતી રિક્ટર સ્કેલ પર તીવ્રતા 3.1 માપવામાં આવી હતી ત્યારે આજરોજ સવારે 9 વાગ્યે આસપાસ જમ્મુ કાશ્મીરમાં પણ ભૂકંપના આચંકાઓ આવ્યા હોવાની માબહિતી સામે આવી છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે દેશના ઘણા ભાગોમાં છેલ્લા કેટલાક મહિનાઓથી ભૂકંપના આચંકાઓ આવવાની ઘટના બનતી રહેતી હોય છે ત્યારે જમ્મુ-કાશ્મીરમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે.
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા પ્રમાણે જમ્મુ અને કાશ્મીરના ડોડા વિસ્તાર માં ભૂકંપના આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.9 માપવામાં આવી હતી. જો કે આના કારણે જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી.
આ સાથે જ ભૂકંપના આંચકા અનુભવાયા બાદ લોકો ઘરની બહાર નીકળી રસ્તા પર આવી ગયા હતા. લોકોને કંપારીનું ભાન થતાની સાથે જ ભાગદોડ મચવા પામી હતી અને લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.
આ ભૂકંપની તીવ્રતા 3.9 માપવામાં આવી આજરોજ સવારે સાડા 9 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. NCS પર પોસ્ટ ભૂકંપની ઘટનાઓમાં વધારો છેલ્લા એક વર્ષમાં સમગ્ર વિશ્વમાં ભૂકંપના કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. માત્ર 4 નવેમ્બરે નેપાળમાં છથી વધુ તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેના કારણે 70થી વધુ લોકોના મોત થયા હતા.
આ સહીત દેશના વિસ્તારો દિલ્હી -એનસીઆર, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, પંજાબ અને રાજસ્થાનમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા આ એવા વિસ્તાર છે જ્યાં સતત ભૂકંપની ઘટનાઓ સામે આવતી રહેતી હોય છે
ભૂકંપના આંચકા ચિંતાનું કારણ છે છેલ્લા એક વર્ષમાં ઘણા ભૂસ્તરશાસ્ત્રીઓએ આશંકા વ્યક્ત કરી છે કે નાના ભૂકંપ પણ મોટા ભૂકંપની નિશાની હોઈ શકે છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને એનસીઆર ક્ષેત્રમાં તાજેતરના સમયમાં ભૂકંપના આંચકામાં વધારો થયો છે, આ સાથે જ પહાડી રાજ્યો પણ સતત ભૂકંપના આચંકાઓ નો સામના કરી રહ્યા છે.