Site icon Revoi.in

આંદામાન અને નિકોબાર ટાપુમાં ભૂકંપના આંચકા અનુભવાયા,6.1ની નોંધાઈ તીવ્રતા 

Social Share

દિલ્હી:આંદામાન અને નિકોબાર ટાપુઓમાં મોડી રાત્રે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.1 માપવામાં આવી હતી.

નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા અનુસાર, ભૂકંપના આંચકા રાત્રે લગભગ 2.30 વાગ્યે અનુભવાયા હતા.નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ ભૂકંપના કારણે કોઈ જાનહાનિ કે સંપત્તિના નુકસાનની પુષ્ટિ કરી નથી.

આ બાબતે જાણકારોનું માનવું છે કે જમીનની અંદર આવેલી પ્લેટોમાં હલનચલન થવાના કારણે ભૂકંપ આવે છે અને જમીનમાં ધ્રુજારી ઉત્પન થવાના કારણે આંચકાઓ અનુભવાય છે. જમીનની અંદર આવેલી પ્લેટો છેલ્લા કેટલાક સમયથી વધારે સક્રિય થઈ હોવાના કારણે આ પ્રકારની ઘટનાઓ બને છે.