દિલ્હીઃ- દેશના અનેક ભાગોમાં અવાન નવાર ભૂકંપના સામાન્ય આંચકાઓ આવતા રહેતા હોય છે છેલ્લા કેટલાક મહિનાઓથી ટાપૂ પર ભૂકંપના આચંકાઓ આવાની ઘટના વઘી છે ત્યારે અંદામાન નિકોબારમાં ફરી એક વખત ભૂકંપના આચંકાઓ અનુભવયા હતા.
પ્રાપ્ત વિગત પ્રમાણે દમણ અને નિકોબાર ટાપુ પર આજે વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.3 હતી. જો કે હજુ સુધી કોઈ જાન-માલના નુકસાનના સમાચાર સામે આવ્યા નથી.
જો કે આ પહેલી વખત નથી કે અહી ભૂકંપ અનુભવાયો હતો આ અગાઉ 7 ઓગસ્ટના રોજ આંદામાન અને નિકોબાર ટાપુઓના દિગલીપુરથી 150 કિમી ઉત્તરમાં રિક્ટર સ્કેલ પર 4.5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. NCS અનુસાર, ભૂકંપની ઊંડાઈ 10 કિમી નોંધવામાં આવી હતી. એટલું જ નહી આ પહેલા 3 ઓગસ્ટના રોજ વહેલી સવારે આંદામાન અને નિકોબાર ટાપુઓમાં 4.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.
પૃથ્વીની અંદર કુલ સાત પ્લેટો છે અને આ પ્લેટો સતત ફરતી રહે છે. જ્યાં પ્લેટો એકબીજા સાથે અથડાય છે તેને ફોલ્ટ ઝોન કહેવામાં આવે છે. જ્યારે પ્લેટો અથડાય છે, ત્યારે ઊર્જા છટકી જવાનો પ્રયાસ કરે છે. આનાથી થતી હિલચાલ ભૂકંપ બની જાય છે જેને આપણે ભૂકંર કહીએ છીએ.