- પટના અને પશ્વિમ ચંપારણમાં ભૂંકપથી ઘરતી ઘ્રુજી ઉઠી
- લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો
પટનાઃ- દેશના ઘણા વિસ્તારોમાં અવાર નવાર ભૂકંપ આવવાની ઘટનાઓ સામે આવે છે ખાસ કરીને પહાડી રાજ્યોમાં જાણે ભૂકંપ આવવાની ઘટનાઓ સામાન્ય થતી જાય છે, જો કે આજ રોજ બપોરે બિહારની ઘરા ઘ્રુજી ઉઠી હતી જેને લઈને લોકોમાં ભય પણ જોવા મળ્યો હતો.
પ્રાપ્ત વિગત પ્રમાણે બિહારના કેટલાક વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રાજધાની પટના ઉપરાંત પશ્ચિમ ચંપારણમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. અત્યાર સુધી ક્યાંયથી પણ જાનહાની કે નુકશાન થયા હોવાની માહિતી પ્રાપ્ત થઈ નથી.
આજરોજ બુધવારના રોજ બપોરે 2 વાગ્યેને 57 મિનિટ પટનાના ઘણા વિસ્તારોમાં લોકોએ ભૂકંપના આંચકા અનુભવ્યા હતા.પટના સિવાય અન્ય જિલ્લાઓમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હોવાની ચર્ચા છે.આ સાથએ જ લદ્દાખમાં પણ ભૂકંપ આવ્યો હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે.
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ભૂકંપનું કેન્દ્ર નેપાળ કાઠમંડુથી 66 કિમી પૂર્વમાં હતું. બપોરે 2.57 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.4 હોવાનું જાણવા મળ્યું છે. ભૂકંના આચંકાના કારણએ લોકો ભયના માર્યા ઘરની બહાર દોડી આવ્યા હતા .