- અરુણાચલ પ્રદેશમાં ભૂકંપના આચંકા
- રિક્ટર સ્કેલ પર તીવ્રતા 4.3 નોંધાઈ
દિલ્હી- દેશના કેટલાક ભાગોમાં છેલ્લા ઘણા મહિનાઓથી ભૂંકપના આચંકાઓ આવવાની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે અરુણાચલ પ્રદેશના પંગિનમાં વિતેલી રાત્રે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
પ્રાપ્ત માહિતી પ્રમાણે નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી પ્રમાણે રાત્રે લગભગ 12 વાગ્યે પ્રજદેશમાં કંપારી થી હતી,જે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.3 માપવામાં આવી હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ ભૂકંપની પુષ્ટિ કરી છે.
ઉલ્લેખનીય છે કે ધરતીકંપ આવવાનું મુખ્ય કારણ પૃથ્વીની અંદર પ્લેટોનું અથડામણ થવાનું છે. પૃથ્વીની અંદર સાત પ્લેટ છે જે સતત ફરતી રહે છે. જ્યારે આ પ્લેટો કોઈ જગ્યાએ અથડાય જાય છે, ત્યારે ફોલ્ટ લાઇન ઝોન હોય છે અને સપાટીના ખૂણાઓ વળી જાય છે. સપાટીના ખૂણાઓ વળી જવાને કારણે, ત્યાં દબાણ વધે છે અને પ્લેટો તૂટવાનું શરૂ કરે છે. આ પ્લેટો તૂટવાથી અંદરની ઉર્જા બહાર નીકળવાનો રસ્તો પોતે શોધી લે છે, જેના કારણે ધરતી ધ્રુજે છે અને આપણે તેને ભૂકંપ કહીએ છીએ.