અરુણાચલ પ્રદેશમાં ભૂકંપના આંચકા અનુભવાયા,તીવ્રતા 3.1 નોંધાઈ
ઇટાનગર:અરુણાચલ પ્રદેશમાં બુધવારે મોડી રાત્રે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.અરુણાચલના તવાંગથી 37 કિમી પૂર્વમાં રાત્રે 2.25 કલાકે આંચકા અનુભવાયા હતા.રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.1 માપવામાં આવી હતી.તેનું કેન્દ્ર જમીનથી 10 કિલોમીટર ઊંડે હતું.
આ પહેલા દિલ્હી-NCRમાં બપોરે 2 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને હરિયાણામાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીની વેબસાઇટ અનુસાર, આ ભૂકંપનું કેન્દ્ર નેપાળ હતું અને રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.4 માપવામાં આવી છે.
જાણકારો મુજબ જમીનના અંદરના ભાગમાં આવેલા પ્લેટની જે હલન ચલન થાય છે અથવા તેના પર આવતા દબાણના કારણે ભૂકંપ આવ્યો હોય તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. લોકો દ્વારા હાલ સતર્કતા અને સલામતી દાખવવામાં આવી રહી છે .જેના કારણે જાનહાનિ થઈ રહી નથી.અચાનક આવતા ભૂકંપના કારણે લોકોમાં પરેશાની પણ વધારે જોવા મળી રહી છે.