અરુણાચલ પ્રદેશમાં 3.5ની તીવ્રતાના ભૂકંપના આંચકાઓ, રાજસ્થાનની ઘરતી પણ ઘ્રુજી તીવ્રતા 4.2 નોંધાઈ
- અરુણાચલ પ્રદેશમાં ભૂકંપના આચંકાઓ
- રિક્ટર સ્કેલ પર તીવ્રતા 3.5 માપવામાં આવી
ઈટાવાઃ- છેલ્લા કેટલાક સમયથી પાડોશી દેશ સહીત ભારતના જૂદા જૂદા વિલસ્તારોમાં ભૂતંપના સામાન્ય થી ભારે આચંકાઓ આવવાની ઘટનાઓ સામે આવી રહી છે, મહિનામાં ભાગ્યે જ કોઈ સપ્તાહ હશે કે જ્યારે કોઈ સ્થળે ભૂકંપ ન આવ્યો હોય ત્યારે અરુણાચલ પ્રદેશની ઘરતી ફરી એક વખત ઘ્રુજી ઇઠી છે.
પ્રાપ્ત જાણકારી પ્રમાણે અરુણાચલ પ્રદેશના ચાંગલાંગમાં રવિવારની મોડી રાત્રે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી પ્રમાણે આ આચંકાઓ મોડી રાત્રે 2. વાગ્યેને 15 મિનિટ આસપાસ નોંધાયા હતા.
આ સહીત ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.5 માપવામાં આવી છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ ભૂકંપના કારણે કોઈ જાનહાની કે સંપત્તિના નુકસાનની પુષ્ટિ કરી નથી.ઉલ્લેખનીય છે કે આ પહેલી કે બીજી વખત નથી કે અરુણાચલ પ્રદેશમાં આ આચંકાઓ નોંધાયા હોય અનેક વખત અહી આ પ્રકારના ભૂકંપના આચંકાઓ નોંધાઈ ચૂક્યા છે.
આ સહીત રાજસ્થાનમાં પણ અંદાજે 30 મિનિટ બાદ આચંકાઓ અનુભવાયા હતા.અરુણાચલ પ્રદેશમાં ભૂકંપ આવ્યાની 30 મિનિટ બાદ રાજસ્થાનની ધરતી પણ ધ્રૂજી. અહીં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. બિકાનેરમાં આ ભૂકંપની તીવ્રતા 4.2 હતી. ભૂકંપનું કેન્દ્ર બિકાનેરથી 516 કિમી પશ્ચિમમાં હતું. અહીં પણ કોઈ નુકસાનની માહિતી નથી.