Site icon Revoi.in

આસામમાં ભૂકંપના આંચકા અનુભવાયા,રિક્ટર સ્કેલ પર 3.2ની તીવ્રતા નોંધાઈ  

Social Share

દિસપુર:આસામમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે.રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.2 માપવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી મુજબ,આસામના હોજાઈમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર,આંચકા બપોરે 11:57 કલાકે અનુભવાયા હતા.

હજુ ગઈકાલે જ આસામના નાગાંવમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.0 માપવામાં આવી હતી.નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, આંચકા સાંજે 4.08 કલાકે અનુભવાયા હતા.

જાણકારો મુજબ જમીનના અંદરના ભાગમાં આવેલા પ્લેટની જે હલન ચલન થાય છે અથવા તેના પર આવતા દબાણના કારણે ભૂકંપ આવ્યો હોય તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. લોકો દ્વારા હાલ સતર્કતા અને સલામતી દાખવવામાં આવી રહી છે .જેના કારણે જાનહાનિ  થઈ રહી નથી.અચાનક આવતા ભૂકંપના કારણે લોકોમાં પરેશાની પણ વધારે જોવા મળી રહી છે.