દિલ્હી:રાજધાની દિલ્હી NCRમાં બુધવારે બપોરે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.ભૂકંપનું કેન્દ્ર નેપાળમાં હતું.રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.8 હતી. તેનું કેન્દ્ર નેપાળના જુમલાથી 69 કિમી દૂર હતું.જોકે, દિલ્હી-એનસીઆરમાં આંચકા હળવા હતા.ક્યાંયથી જાનમાલના નુકસાનના સમાચાર સામે આવ્યા નથી.
આ પહેલા બુધવારે બપોરે 1.30 કલાકે ઉત્તરાખંડના પિથોરાગઢમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા 4.4 હતી.ભૂકંપનું કેન્દ્ર પિથોરાગઢથી 143 કિમી દૂર જમીનથી 10 કિમીની અંદર હતું.
દિલ્હી-એનસીઆરમાં ભૂકંપના આંચકા એવા સમયે આવ્યા જ્યારે આ મહિને તુર્કી અને સીરિયામાં ભૂકંપના કારણે તબાહી સર્જાઈ છે.તુર્કી અને સીરિયામાં 6 ફેબ્રુઆરીએ 7.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.બંને દેશોમાં અત્યાર સુધીમાં 46000 થી વધુ લોકોના મોત થયા છે.એકલા તુર્કીમાં જ ભૂકંપના કારણે 2 લાખથી વધુ એપાર્ટમેન્ટ નાશ પામ્યા હતા.ભૂકંપનું કેન્દ્ર તુર્કી-સીરિયા બોર્ડર પર હતું.આવી સ્થિતિમાં સીરિયામાં ભૂકંપના કારણે ભારે તબાહી સર્જાઈ હતી. હજારો લોકો હજુ પણ ગુમ છે.
જાણકારો મુજબ જમીનના અંદરના ભાગમાં આવેલા પ્લેટની જે હલન ચલન થાય છે અથવા તેના પર આવતા દબાણના કારણે ભૂકંપ આવ્યો હોય તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. લોકો દ્વારા હાલ સતર્કતા અને સલામતી દાખવવામાં આવી રહી છે .જેના કારણે જાનહાનિ થઈ રહી નથી.અચાનક આવતા ભૂકંપના કારણે લોકોમાં પરેશાની પણ વધારે જોવા મળી રહી છે.