- ઈટાલીના ફ્લોરેન્સમાં ભૂકંપના આંચકા
- રિક્ટર સ્કેલ પર 4.8ની તીવ્રતાનો ભૂકંપ
- નુકસાન કે જાનમાલના કોઈ સમાચાર નથી
દિલ્હી: ઈટાલીમાં સોમવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂસ્તરશાસ્ત્રીઓ અને અગ્નિશામકોએ જણાવ્યું હતું કે સોમવારે વહેલી સવારે ટસ્કનીના ભાગોમાં 4.8 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. કોઈ નુકસાન અથવા ઈજાના અહેવાલ સામે આવ્યા નથી.
ઇટાલીની ઇન્સ્ટિટ્યૂટ ઑફ જીઓફિઝિક્સ એન્ડ વોલ્કેનોલોજી અનુસાર, ભૂકંપનું કેન્દ્ર ફ્લોરેન્સના ઉત્તરપૂર્વમાં મારાડી નજીક હતું અને ભૂકંપ સવારે 5.10 વાગ્યે આવ્યો હતું. બાદમાં વધુ કેટલાક નાના આંચકા અનુભવાયા હતા.
ઇટાલીની ફાયર રેસ્ક્યુ ટીમે જણાવ્યું હતું કે તેમને ચિંતિત રહેવાસીઓ તરફથી કેટલાક કોલ મળ્યા હતા પરંતુ હજુ સુધી નુકસાન અથવા ઇજાના કોઈ અહેવાલ નથી.
આ પહેલા મોરોક્કોમાં 6.8ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો,જેમાં 2800 થી વધુ લોકોના મોત થાય હતા. જ્યારે 2,562 લોકો ઘાયલ થયા હતા.ભૂકંપનું કેન્દ્ર મરાકેશથી દક્ષિણ-પશ્ચિમમાં 72 કિલોમીટર દૂર હતું. સરકારી ટેલિવિઝન અનુસાર, મૃત્યુઆંક વધીને 2,862 થઈ ગયો હતો, જ્યારે 2,562 લોકો ઘાયલ થયા છે.
ભૂકંપના કારણે મરાકેશથી 60 કિલોમીટર દૂર આવેલા પહાડી ગામ તફેઘાધતેની લગભગ દરેક ઈમારત ધરાશાયી થઈ ગઈ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભૂકંપમાં જાનમાલના નુકસાન પર શોક વ્યક્ત કર્યો હતો.
જાણકારો મુજબ જમીનના અંદરના ભાગમાં આવેલા પ્લેટની જે હલન ચલન થાય છે અથવા તેના પર આવતા દબાણના કારણે ભૂકંપ આવ્યો હોય તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. લોકો દ્વારા હાલ સતર્કતા અને સલામતી દાખવવામાં આવી રહી છે .જેના કારણે જાનહાનિ થઈ રહી નથી.અચાનક આવતા ભૂકંપના કારણે લોકોમાં પરેશાની પણ વધારે જોવા મળી રહી છે.