Site icon Revoi.in

જમ્મુ-કાશ્મીરમાં મોડી રાત્રે અનુભવાયા ભૂકંપના આંચકા,રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.3 માપવામાં આવી

Social Share

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. ભૂકંપની તીવ્રતા 4.3 હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, મોડી રાત્રે 2.20 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.3 માપવામાં આવી છે. જમ્મુ-કાશ્મીરના કટરાથી 81 કિમી દૂર ભૂકંપના આંચકા અનુભવાયા છે.

હજુ ગઈકાલે જ ઉત્તર ગુજરાતના દિલ્હી, એનસીઆર, હરિયાણા સહિતના વિસ્તારોમાં ભૂકંપનો આંચકો આવ્યો હતો. અચાનક ધરા ધ્રજતા લોકો તાત્કાલિક ઘરની બહાર નીકળ્યાં હતા. લગભગ દોઢેક કલાકે ધરતીકંપ આવ્યો હતો. જમ્મુ-કાશ્મીરથી લઈને ચંદીગઢ સુધી લોકોએ ભૂકંપનો આંચકો અનુભવ્યો હતો. ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં ભૂકંપનો આંચકો લોકોએ અનુભવ્યો હતો. જોકે, સદનસીબે આ આંચકામાં કોઈ જાનહાની નહીં થઈ હોવાનું જાણવા મળે છે.

નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજી એટલે કે એનસીએસના જણાવ્યા અનુસાર ભૂકંપનું કેન્દ્ર બિંદુ જમ્મુ-કાશ્મીરના ડોડામાં નોંધાયું હતું. તેમજ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ ઉપર લગભગ 5.4 નોંધાઈ હતી. યુરોપિયન મેડેટેરેનિયમ સીસ્મોલોજિક્લ સેન્ટર (ઈએસપીસી)ના અનુસાર જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડાથી 30 કિમી દૂર દક્ષિણ પૂર્વમાં નોંધાયું હતું. તેમજ રિક્ટર સ્કેલ ઉપર 5.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો હતો.

જાણકારો મુજબ જમીનના અંદરના ભાગમાં આવેલા પ્લેટની જે હલન ચલન થાય છે અથવા તેના પર આવતા દબાણના કારણે ભૂકંપ આવ્યો હોય તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. લોકો દ્વારા હાલ સતર્કતા અને સલામતી દાખવવામાં આવી રહી છે .જેના કારણે જાનહાનિ થઈ રહી નથી.અચાનક આવતા ભૂકંપના કારણે લોકોમાં પરેશાની પણ વધારે જોવા મળી રહી છે.