શ્રીનગરઃ- પહાડી રાજ્યોમાં સતત ભૂકંપના આચંકાઓ આવતા રહેતા હોય છે ત્યારે જમ્મુ કાશ્મીરમાં ભૂકંપના આચંકાઓ અનુભવાયા હતા,પ્રાપ્ત જાણકારી પ્રમાણએ જમ્મુ-કાશ્મીરના ડોડામાં ભૂકંપના આંચકા અનુભવાયા છે.
જમ્મુ કાશ્મીરમાં એક નહી 10 જ મિનિટમાં બે વખત ભૂકંપના ઝટકાઓ આવ્યા હતા. જો કે બન્બંને જગ્નેયાઓ પરના આચંકાઓ સામાન્ય હતા જેથી કોઈ જગ્યાએ કોઈ જાનહાની કે નુકશાન થયું ન હતું. અ
આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ 4.9 નોંધવામાં આવી છે.આજરોજ સોમવારને વહેલી સવારે 5 વાગ્યેને 30 મિનિટ આસપાસ આ આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ભૂકંપનું કેન્દ્ર 10 કિમીની ઉંડાઈએ નોંધવામાં આવ્યું હતું.
જો કે એક વખત નહી આ પઠી 10 મિનિટ બાદ એટલે કે 5 વાગ્યેને 4- મિનિટ આસપાસ ફરી એક વખત ભૂકંપના આચંકાઓ આવ્યા હતા આ ભૂકંપની આચંકાઓ ચીનાબ ઘાટીમાં અનુભવાયા હતા.
ઉલ્લેખથનીય છે કે આ પહેલા મોડી રાત્રે ફઘાનિસ્તાનના ફૈઝાબાદમાં પણ ભૂકંપ આવ્યો હતો આ ભૂકંપની તીવ્રતા 4.4 નોઁધાઈ હતી અને તેનું કેન્દ્ર 180 કિમીની ઊંડાઈ પર હતું.
નિષ્ણાંતોના કહેવા પ્રમાણે આપણી પૃથ્વી 12 ટેક્ટોનિક પ્લેટ પર સ્થિત છે. જ્યારે આ પ્લેટો એક બીજા સાથે અથડાય છે ત્યારે તેના કારણે જે ઊર્જા બહાર નીકળે છે તેને ભૂકંપ કહેવાય છે. પૃથ્વીની નીચે આ પ્લેટો ખૂબ જ ધીમી ગતિએ હરતી ફરતી રહે છે. દર વર્ષે આ પ્લેટો તેમની જગ્યાએથી 4-5 મીમી ખસી જાય છે.