Site icon Revoi.in

જમ્મુ કાશ્મીરમાં વહેલી સવારે ભૂકંપના આચંકાઓ અનુભવાયા, રિક્ટર સ્કેલ પર તીવ્રતા 4.1 નોંધાઈ

Social Share

દિલ્હીઃ- દેશભરમાં છેલ્લા કેટલાક મહિનાઓથી ભૂકંપ આવવાની ઘટનાઓ જાણે સામાન્ય બનતી જઈ રહી છે દેશના પહાડી વિસ્તારો તથઆ દિલ્હી સહીત આજૂબાજૂના વિસ્તારોમાં અનેક વખત ભૂકંપની ઘટનાઓ સામે આવી છે ત્યારે એજે વહેલી સવારે દેશની જન્નત ગણાતા જમ્મુ કાશ્મીરમાં ભૂંકપના આચંકાઓ આવ્યા હતા.

જમ્મુ-કાશ્મીરમાં આજે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, સવારે લગભગ 5:15 વાગ્યે આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.1 માપવામાં આવી હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ ભૂકંપની પુષ્ટિ કરી છે. તેનું કેન્દ્ર જમીનની અંદર પાંચ કિલોમીટર ઊંડે હતું.

ઉલ્લેખનીય છે કે આ પહેલા પહેલા 28 એપ્રિલે નેપાળમાં મોડી રાત્રે બે વખત ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.8 અને 5.9 જણાવવામાં આવી હતી. આ ભૂકંપનું કેન્દ્ર નેપાળના બાજુરા જિલ્લાના દહાકોટમાં જણાવવામાં આવ્યું હતું. નેપાળના સ્થાનિક સમય અનુસાર, ભૂકંપનો પહેલો આંચકો લગભગ 12 વાગ્યે આવ્યો હતો.

સામાન્ય રીતે ભૂકંપ  આવવાનું મુખ્ય કારણ પૃથ્વીની અંદર પ્લેટોનું અથડામણ છે. પૃથ્વીની અંદર સાત પ્લેટ છે જે સતત ફરતી રહે છે. જ્યારે આ પ્લેટ્સ કોઈક સમયે અથડાય છે, ત્યારે ત્યાં ફોલ્ટ લાઇન ઝોન રચાય છે અને સપાટીના ખૂણા ફોલ્ડ થાય છે. સપાટીના ખૂણાને લીધે, ત્યાં દબાણ વધે છે અને પ્લેટો તૂટવાનું શરૂ કરે છે. આ પ્લેટો તૂટવાને કારણે અંદર રહેલી ઉર્જા બહાર આવવાનો રસ્તો શોધી લે છે, જેના કારણે પૃથ્વી ધ્રુજે છે જેને ભૂકંપ કહીએ છીએ.