કારગીલ અને લદ્દાખમાં ભૂકંપના આંચકા અનુભવાયા,રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 5.0 રહી
શ્રીનગર:કારગિલ અને લદ્દાખમાં શુક્રવારે મોડી રાત્રે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.રિક્ટર સ્કેલ પર 5.0ની તીવ્રતા જણાવવામાં આવી રહી છે.નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ આ વાતની પુષ્ટિ કરી છે.
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી તરફથી મળેલી માહિતી અનુસાર શુક્રવારે મોડી રાત્રે કારગિલ અને લદ્દાખમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ વિસ્તારોમાં શુક્રવારે મોડી રાત્રે 11.49 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.હાલમાં કોઈ જાન-માલના નુકસાનના સમાચાર નથી.
જાણકારો મુજબ જમીનના અંદરના ભાગમાં આવેલા પ્લેટની જે હલન ચલન થાય છે અથવા તેના પર આવતા દબાણના કારણે ભૂકંપ આવ્યો હોય તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. લોકો દ્વારા હાલ સતર્કતા અને સલામતી દાખવવામાં આવી રહી છે .જેના કારણે જાનહાનિ થઈ રહી નથી.અચાનક આવતા ભૂકંપના કારણે લોકોમાં પરેશાની પણ વધારે જોવા મળી રહી છે.