Site icon Revoi.in

 લદ્દાખ અને કારીગલમાં ભૂકંપના આંચકા અનુભવાયા, રિક્ટર સ્કેલ પર  તીવ્રતા 4.7 નોંધાઈ

Social Share

 

લદ્દાખઃ- દેશના ઘણા ભાગોમાં અવારનવાર ભૂકંપના આચંકાઓ આવતા હોય છે ત્યાકે કેન્દ્ર સાશિત પ્રદેશ ગણાતા લદ્દાખ સહીત કારગિલમાં ભૂકંપના આચંકાઓ નોંધાયા હતા જાણકારી પ્રમાણે આજરોજ મંગળવારે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

અહીં નોંધાયેલા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.7 માપવામાં આવી હતી. લદ્દાખ અને કારગીલથી 401 કિમી ઉત્તરમાં સવારે લગભગ 7 વાગ્યેને 38 મિનિટે એ ભૂકંપના આંચકા અનુભવાયા હતા

નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ ટ્વીટ કર્યું હતું કે ભૂકંપની તીવ્રતા 4.7 હતી. હજુ સુધી કોઈ જાનહાનિ કે ઈજાના અહેવાલ નથી. ભૂકંપ સામાન્ય હોવાથી કોઈ નુકશાન નછથી.જો કે સવારનો સમય હોવાથઈ લોકો જાગી ગયા હતા અને ભયમાં જોવા મળ્યા હતા.

આપણે જાણીએ છીએ કે પૃથ્વીની અંદર 7 પ્લેટ્સ છે, જે સતત ફરતી રહે છે. જ્યાં આ પ્લેટો વધુ અથડાય છે, તે ઝોનને ફોલ્ટ લાઇન કહેવામાં આવે છે. વારંવાર અથડામણને કારણે, પ્લેટોના ખૂણાઓ વળે છે. જ્યારે વધુ દબાણ વધે છે, ત્યારે પ્લેટો તૂટવા લાગે છે. નીચેની ઊર્જા બહાર નીકળવાનો માર્ગ શોધે છે અને વિક્ષેપ પછી ભૂકંપ આવે છે. જાણો ભૂકંપના કેન્દ્ર અને તીવ્રતાનો અર્થ શું છે? ધરતીકંપનું કેન્દ્ર એ તે સ્થાન છે જેની નીચે પ્લેટોની હિલચાલ ભૂસ્તરશાસ્ત્રીય ઊર્જા મુક્ત કરે છે. આ જગ્યાએ ભૂકંપના વાઇબ્રેશન વધુ હોય છે. જેમ જેમ કંપનની આવર્તન દૂર થાય છે તેમ તેમ તેની અસર ઘટતી જાય છે.

આ સહીત ભૂકંપને રિક્ટર સ્કેલ પર 1 થી 9ના સ્કેલ પર માપવામાં આવે છે. ભૂકંપ તેના કેન્દ્ર એટલે કે એપીસેન્ટરથી માપવામાં આવે છે. ધરતીકંપ દરમિયાન પૃથ્વીની અંદરથી મુક્ત થતી ઊર્જાની તીવ્રતા તેના દ્વારા માપવામાં આવે છે. આ તીવ્રતા ભૂકંપની તીવ્રતાનો અંદાજ આપે છે.