લદ્દાખના કારગિલમાં અનુભવાયા ભૂકંપના આંચકા – રિક્ટર સ્કેલ પર તીવ્રતા 4.3 માપવામાં આવી
- કારગિલથી લદ્દાખની ઘધરા ફરી ઘ્રુજી
- રિક્ટર સ્કેલ પર 4.3ની તીવ્રતા નોંધાઈ
દિલ્હીઃ- દેશના કેટલાક વિસ્તારોમાં ભૂકંપના આંચકા આવવા જાણે સામાન્ય બાબત બની છે,ખાસ કરીને છેલ્લા ઘણા સમયથી પહાડી વિસ્તારોમાં ભૂંકપ આવવાની ઘટનાઓ વધી છે, લદ્દાખમાં અવાર-નવાર ભૂંકપ આવ્યા હોવાના સમાચાર સામે આવ્તા હોય છે ત્યારે એજ ફરી એક વખત કારગિલથી લઈને લદ્દાખની ઘરા ઘ્રુજી ઉઠી હતી,
પ્રાપ્ત માહિતી પ્રમાણે આજરોજ સોમવારે સવારે 9 લાગ્યેને 30 મિનિટ આસપાસ લદ્દાખથી કારગિલ સુધી ભૂકંપના આંચકા અનુભવાયા હોવાના સમાચાર સામે આવ્યા છે.આ ભૂકંપ સામાન્ય હોવાથી કોઈ જાનહાનિ નોંધાઈ નથી,ઉલ્લેખનીય છે કે વિતેલા દિવસે તાઈવાનમાં ભયાનક ભૂકંપના આચંકાઓ અનુભવાયા હતા.
આજે સવારે આવેલા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.3 નોંધવામાં આવી હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીપ્રમાણે ભૂકંપનું કેન્દ્ર કારગિલથી 64 કિમી ડબલ્યુએનડબલ્યુ પર હતું, જ્યારે ભૂકંપની ઊંડાઈ જમીનથી 10 કિમી નીચે હતી.