- મધ્યપ્રદેશમાં ભૂકંપના આંચકા
- 3.6ની નોંધાઈ તીવ્રતા
- જાનહાનિ કે નુકસાનીના કોઈ સમાચાર નહીં
- લોકો ઘરની બહાર દોડી ગયા
ભોપાલ: મધ્યપ્રદેશના જબલપુરમાં રવિવારે સવારે લગભગ 11 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.6 નોંધવામાં આવી હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (એનસીએસ) એ જણાવ્યું કે પચમઢીથી 218 કિમી દૂર આંચકા અનુભવાયા હતા. જો કે અત્યાર સુધી ભૂકંપના કારણે કોઈ નુકસાનના સમાચાર નથી.
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા મુજબ, 1 એપ્રિલના રોજ આંદામાન અને નિકોબાર ટાપુઓમાં પોર્ટ બ્લેરમાં પણ ભૂકંપ આવ્યો હતો જેની તીવ્રતા 4.0 નોંધાઈ હતી,ત્યારે આજે મધ્યપ્રદેશમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. NCSએ કહ્યું કે 31 માર્ચે લદ્દાખના કારગીલમાં 4.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.
આ પહેલા 24 માર્ચે મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર આંચકાની તીવ્રતા 4.0 હતી. ભૂકંપનું કેન્દ્ર ગ્વાલિયરથી 28 કિમી દૂર હતું અને ઊંડાઈ જમીનથી 10 કિમી દૂર હતી. બીજી તરફ છત્તીસગઢના અંબિકાપુર સહિત આસપાસના વિસ્તારોમાં સવારે 10.39 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. તેનું કેન્દ્ર સૂરજપુરના ભાટગાંવથી 11 કિલોમીટર દૂર હોવાનું કહેવાય છે.
જાણકારો મુજબ જમીનના અંદરના ભાગમાં આવેલા પ્લેટની જે હલન ચલન થાય છે અથવા તેના પર આવતા દબાણના કારણે ભૂકંપ આવ્યો હોય તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. લોકો દ્વારા હાલ સતર્કતા અને સલામતી દાખવવામાં આવી રહી છે .જેના કારણે જાનહાનિ થઈ રહી નથી.અચાનક આવતા ભૂકંપના કારણે લોકોમાં પરેશાની પણ વધારે જોવા મળી રહી છે.