- મણિપુરમાં ભૂકંપના આંચકા
- 3.6 ની નોંધાઈ તીવ્રતા
- કોઈ જાનહાનિ કે નુકસાનીના સમાચાર નહીં
ઇમ્ફાલ: વિશ્વભરમાં છેલ્લા કેટલાક સમયથી ભૂકંપ આવવાની ઘટનાઓ સામાન્ય બનતી જઈ રહી છે, ભૂકંપના કારણે અનેક વિસ્તારોમાં ભય ફેલાતો હોય છે.ત્યારે મણિપુરના નોનીમાં આજે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.6 રહી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ, મણિપુરના નોનીમાં રવિવારે એટલે કે આજે સવારે 7.22 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જેની તીવ્રતા 3.6 નોંધાઈ હતી.જોકે આ ભૂકંપના કારણે કોઈ જાનહાનિ કે નુકસાનીના સમાચાર સામે આવ્યા નથી.
ઉલ્લેખનીય છે કે,હજુ એક દિવસ પહેલા જ ઈન્ડોનેશિયામાં જોરદાર ભૂકંપના આચંકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7 માપવામાં આવી હતી. ભૂકંપ લગભગ બપોરે 3 વાગ્યાની આસપાસ આવ્યો હતો. જે ઇસ્ટ જાવાનીઝ આઇલેન્ડ ઇન્ડોનેશિયાની નજીક સ્થિત છે. જોકે,આ ભૂકંપના કારણે કોઈ જાન-માલના નુકસાનના સમાચાર નથી.
જાણકારો મુજબ જમીનના અંદરના ભાગમાં આવેલા પ્લેટની જે હલન ચલન થાય છે અથવા તેના પર આવતા દબાણના કારણે ભૂકંપ આવ્યો હોય તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. લોકો દ્વારા હાલ સતર્કતા અને સલામતી દાખવવામાં આવી રહી છે .જેના કારણે જાનહાનિ થઈ રહી નથી.અચાનક આવતા ભૂકંપના કારણે લોકોમાં પરેશાની પણ વધારે જોવા મળી રહી છે.