- મણિપુરમાં ભૂકંપના આંચકા
- સ્થાનિકોમાં ભયનો માહોલ
- જાનહાનિ કે નુકસાની નહીં
મણિપુરમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપનાં આંચકાને પગલે લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. હજી સુધી કોઈ નુકસાન થયાના સમાચાર સામે આવ્યા નથી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા અનુસાર ભૂકંપની તીવ્રતા 4.5 હતી. તેમનું કેન્દ્ર જમીનથી 110 કિમી નીચે, મણિપુરના મોઇરાંગથી 100 કિમી દક્ષિણપૂર્વમાં હતું.
Earthquake of Magnitude:4.5, Occurred on 23-09-2022, 10:02:16 IST, Lat: 23.83 & Long: 94.45, Depth: 110 Km ,Location: 100km SE of Moirang, Manipur, India for more information Download the BhooKamp App https://t.co/ODRPtTMDYS@Indiametdept @ndmaindia pic.twitter.com/4aAHsOgQ2H
— National Center for Seismology (@NCS_Earthquake) September 23, 2022
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ ટ્વિટ કર્યું છે કે શુક્રવારે સવારે લગભગ 05:23 વાગ્યે અફઘાનિસ્તાનના હિંદુ કુશ ક્ષેત્રમાં રિક્ટર સ્કેલ પર 4.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જો કે, ત્યાંથી કોઈ જાન-માલના નુકસાનના સમાચાર નથી.
આ બાબતે જાણકારોનું માનવું છે કે જમીનની અંદર આવેલી પ્લેટોમાં હલનચલન થવાના કારણે ભૂકંપ આવે છે અને જમીનમાં ધ્રુજારી ઉત્પન થવાના કારણે આંચકાઓ અનુભવાય છે. જમીનની અંદર આવેલી પ્લેટો છેલ્લા કેટલાક સમયથી વધારે સક્રિય થઈ હોવાના કારણે આ પ્રકારની ઘટનાઓ બને છે.