Site icon Revoi.in

મ્યાનમારમાં ભૂકંપના આંચકા અનુભવાયા,જાણો કેટલી નોંધાઈ તીવ્રતા

Closeup of a seismograph machine earthquake

Social Share

દિલ્હી: દક્ષિણ પૂર્વ એશિયાના દેશ મ્યાનમારમાં આજે ભૂકંપના આંચકા અનુભવાયા છે. રિપોર્ટ મુજબ, રાત્રે 2.52 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.2 નોંધવામાં આવી છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર ભૂકંપના આંચકા લાંબા સમયથી અનુભવાયા હતા.જોકે, આ ભૂકંપના કારણકે કોઈ જાનહાનિ કે નુકસાની ના સમાચાર સામે આવ્યા નથી.

આ પહેલા મેક્સિકોમાં સોમવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) અનુસાર, ભારતીય સમય અનુસાર રાત્રે 2 વાગ્યે આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.3 માપવામાં આવી હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ ભૂકંપના કારણે કોઈ જાનહાની કે સંપત્તિના નુકસાનની પુષ્ટિ કરી નથી.

જાણકારો મુજબ જમીનના અંદરના ભાગમાં આવેલા પ્લેટની જે હલન ચલન થાય છે અથવા તેના પર આવતા દબાણના કારણે ભૂકંપ આવ્યો હોય તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. લોકો દ્વારા હાલ સતર્કતા અને સલામતી દાખવવામાં આવી રહી છે .જેના કારણે જાનહાની થઈ રહી નથી. અચાનક આવતા ભૂકંપના કારણે લોકોમાં પરેશાની પણ વધારે જોવા મળી રહી છે.