પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં ભૂકંપના આંચકા અનુભવાયા,રિક્ટર સ્કેલ પર 4.8ની તીવ્રતા નોંધાઈ
- પાકિસ્તાનમાં ભૂકંપના આંચકા
- 4.8ની નોંધાઈ તીવ્રતા
- જાનહાનિ કે નુકસાનીના કોઈ સમાચાર નહીં
દિલ્હી:પાકિસ્તાનમાં રાત્રે 1.15 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ ભૂકંપની પુષ્ટિ કરી છે.નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.8 નોંધવામાં આવી હતી.
ભૂકંપ પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદના ઉત્તર-ઉત્તરપશ્ચિમમાં 303 કિલોમીટરના વિસ્તારમાં લગભગ 1:15 વાગ્યે આવ્યો હતો.ભૂકંપની ઊંડાઈ જમીનથી 120 કિમી નીચે હતી.અત્યાર સુધી કોઈ જાનહાનિ કે જાનમાલના નુકસાનના અહેવાલ નથી.
જાણકારો મુજબ જમીનના અંદરના ભાગમાં આવેલા પ્લેટની જે હલન ચલન થાય છે અથવા તેના પર આવતા દબાણના કારણે ભૂકંપ આવ્યો હોય તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. લોકો દ્વારા હાલ સતર્કતા અને સલામતી દાખવવામાં આવી રહી છે .જેના કારણે જાનહાની થઈ રહી નથી. અચાનક આવતા ભૂકંપના કારણે લોકોમાં પરેશાની પણ વધારે જોવા મળી રહી છે.