Site icon Revoi.in

પંજાબમાં ભૂકંપના આચંકાઓ અનુભવાયા, રિક્ટર સ્કેલ પર તીવ્રતા 3.2 નોંઘાઈ

Social Share

દિલ્હી- દેશભરમાં છેલ્લા કેટલાક સમયથી ભૂકંપના આચંકાઓ આવી રહ્યા છે ખાસ કરીને ઉત્તર ભારતમાં ભૂકંપના આચંકાઓની ઘટના સતત સામે આવતી રહેતી હોય છે ત્યારે હવે ફરી ઉત્તર ભારતમાં ભૂકંપના આચંકાઓ અનુભવાયા છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે પંજાબના રૂપનગરમાં 3.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જેની ઉંડાઈ 10 કિમી હતી. લોકો હજુ પણ ગભરાટમાં છે. જો કે હજુ સુધી કોઈ જાનહાનિ અંગે કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી.

ભૂકંપને લઈને NCS એ એક ટ્વીટમાં જણાવ્યું હતું કે ભૂકંપ લગભગ 1 વાગ્યેને 15 મિનિટ આસપાસ વાગ્યે આવ્યો હતો અને ભૂકંપની ઊંડાઈ 10 કિમી હતી. ટ્વીટમાં લખવામાં આવ્યું છે કે ભૂકંપની તીવ્રતા 3.2 નોંધવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે આ પહેલા સાંજે જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં મંગળવારે સાંજે 6.52 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જેની તીવ્રતા 3.5 હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીઅનુસાર, મંગળવારે સાંજે 6.52 કલાકે ભૂકંપ આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર અયોધ્યાથી 215 કિમી ઉત્તરમાં 10 કિમીની ઊંડાઈએ હતું.