- લખનૌમાં ભૂકંપના આચંકા અનુભવાયા
- તીવ્રતા 5.2 નોધાઈ
લખનૌઃ- દેશભરમાં છેલ્લા ઘણા સમયથી ભૂકંપના આચંકાઓ આવવાની ઘટનાઓ સામે આવી રહી છે આવી સ્થિતિમાં ઉત્તરપ્રદેશની ઘરા વિતેલી રાત્રે ઘ્રુજી ઉઠી હતી, પ્રાપ્ત જાણકારી પ્રમાણે ઉત્તર પ્રદેશના લખનૌ અને સીતાપુર સહિત અનેક જિલ્લાઓમાં મોડી રાત્રે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
જાણકારી પ્રમાણે આ આચંકાઓ અડધી રાત્રે 1 વાગ્યે લખનૌ અને સીતાપુર વિસ્માંતારમાં અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.2 માપવામાં આવી હતી. તેનું કેન્દ્રબિંદુ લખનૌથી 139 કિમી ઉત્તર-ઉત્તરપૂર્વમાં 82 કિમીની ઊંડાઈએ નોઁધાયું છે
જો કે ભૂકંપની તીવ્રતા સામાન્ય હતી આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ નોંધાઈ નથી, મોડી રાત્રે સમગ્ર રાજ્ય જ્યાં એક બાજૂ જન્માષ્ટમીના પર્વમાં લીન હતું ત્યારે આ આચંકાઓ અનુભવાવાથી અનેક લોકો ડરી ગયા હતા ,લોકો ઘરની બહાર કે મંદિરોની બહાર દોડી આવ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે આંચકો એટલો જોરદાર હતો કે ઘરોમાં રાખેલી વસ્તુઓ થોડી ક્ષણો સુધી હલતી જોવા મળી હતી.
સીતાપુરમાં કાન્હાના જન્મ વખતે 1 વાગ્યેની 15 મિનિટ આસપાસઆચંકો આવ્યો હતો જેને લઈને લોકો મંદિરોની બહાર દોડી આવ્યા હતા આ સાથે જ લખનૌમાં પણ ભૂકંપના આચંકા અનુભવાયા હતા.