સુરતમાં ભૂકંપના આંચકા અનુભવાયા,રિક્ટર સ્કેલ પર 3.8 ની તીવ્રતા નોંધાઈ
- સુરતમાં ભૂકંપનો આંચકો અનુભવાયો
- રિક્ટર સ્કેલ પર 3.8 ની તીવ્રતા
- ભૂકંપને કારણે કોઈ નુકશાન નહીં
અમદાવાદ:સુરતમાં મોડી રાત્રે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.8 માપવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી મુજબ, સુરતમાં રાત્રીના એક વાગ્યાની આસપાસ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો,જેની તીવ્રતા 3.8 રહી હતી.ભૂકંપનું કેન્દ્રબિંદુ સુરતથી 27 કિમી દૂર નોંધાયું હતું.સુરતમાં આવેલા ભૂકંપને કારણે શહેરીજનોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.જોકે,આ ભૂકંપને કારણે કોઈ નુકશાન કે જાનહાનિ સમાચાર સામે આવ્યા નથી.
ઉલ્લેખનીય છે કે,રાજ્યમાં છેલ્લા ઘણા દિવસથી કચ્છ અને સૌરાષ્ટ્રમાં આંચકા અનુભવાયા હતા.હજુ એક દિવસ પહેલા જ કચ્છના ભચાઉમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.0 નોંધાઈ હતી.આ ઉપરાંત અમરેલી જિલ્લામાં એક પછી એક ત્રણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.આ ભૂકંપને કારણે લોકો ફફડી ઉઠ્યા હતા.
જાણકારો મુજબ જમીનના અંદરના ભાગમાં આવેલા પ્લેટની જે હલન ચલન થાય છે અથવા તેના પર આવતા દબાણના કારણે ભૂકંપ આવ્યો હોય તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. લોકો દ્વારા હાલ સતર્કતા અને સલામતી દાખવવામાં આવી રહી છે .જેના કારણે જાનહાનિ થઈ રહી નથી.અચાનક આવતા ભૂકંપના કારણે લોકોમાં પરેશાની પણ વધારે જોવા મળી રહી છે.