Site icon Revoi.in

તાજિકિસ્તાનમાં ભૂકંપના આંચકા અનુભવાયા,જાણો કેટલી નોંધાઈ તીવ્રતા

Social Share

દિલ્હી:અનેક દેશ અને રાજ્યમાં ભૂકંપ આવવાની અનેક વખત ઘટના બનતી હોય છે.ત્યારે આજે તાજિકિસ્તાનમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા,જેની તીવ્રતા 4.2 નોંધવામાં આવી હતી. ભૂકંપ લગભગ રાત્રે  2:56 વાગ્યે આવ્યો હતો.

મળતી માહિતી મુજબ,તાજિકિસ્તાનમાં લગભગ રાત્રે  2:56 વાગ્યે ભૂકંપ આવ્યો હતો. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.2 નોંધાઈ હતી.જોકે,આ ભૂકંપના કારણે કોઈ જાનહાની કે નુકસાનીના સમાચાર સામે આવ્યા નથી.

આ પહેલા તુર્કીના દક્ષિણ ક્ષેત્રમાં રાત્રે 5.3 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આંચકાથી ઘણી ઇમારતોને નુકસાન થયું હતું અને અનેક લોકો ઘાયલ થયા હતા. અહેવાલો અનુસાર, ભૂકંપનું કેન્દ્ર માલત્યા પ્રાંતના યેસિલુર્ટ શહેરમાં હતું. અદિયામાનમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. બંને પ્રાંત ફેબ્રુઆરીમાં આવેલા વિનાશક ભૂકંપથી પ્રભાવિત થયા હતા, જેમાં 50,000થી વધુ લોકોના મોત થયા હતા.

જાણકારો મુજબ જમીનના અંદરના ભાગમાં આવેલા પ્લેટની જે હલન ચલન થાય છે અથવા તેના પર આવતા દબાણના કારણે ભૂકંપ આવ્યો હોય તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. લોકો દ્વારા હાલ સતર્કતા અને સલામતી દાખવવામાં આવી રહી છે .જેના કારણે જાનહાનિ થઈ રહી નથી.અચાનક આવતા ભૂકંપના કારણે લોકોમાં પરેશાની પણ વધારે જોવા મળી રહી છે