- ઉત્તરાખંડમાં ભૂકંપના આચંકાઓ
- રિક્ટર સ્કેલ પર તીવ્રતા 3.1 નોધાઈ
દહેરાદૂનઃ- દેશમાં અવાર નવાર પહાડી વિસ્તારોમાં ભૂકંપ આવવાની સામાન્ય ઘટનાઓ નોંધાતી રહતી હોય છે ખાસ કરીને જમ્મુ કાશ્મીર ,દિલ્હી અને ઉત્તરાખંડમાં ભૂકંપના આચંકાઓ અવાર નવાર આવતા હોય છએ ત્યારે ફરી એક વખત વિતેલી રાત્રે ઉત્તરાખંડની ઘરતી ઘ્રુજી ઉઠી હતી.
પ્રાપ્ત વિગત પ્રમાણે ઉત્તરાખંડમાં ફરી એકવાર ભૂકંપ આવવાની ઘટના સામે આવી છે. મીડિયા એહવાલ પ્રમાણએ ઉત્તરકાશીમાં મંગળવારે મોડી રાત્રે 2 વાગ્યે 19 મિનિટ આસપાસ ભૂકંપ આવવાની ઘટના બની હતી.
આ ભૂકંપની તીવર્તા 3.1 માપવામાં આવી છે ઉલ્લેખનીય છે કે ડિસેમ્બર મહિનામાં ઉત્તરાખંડમાં અનેક ભૂકંપ આવ્યા છે.આ પહેલા 19 ડિસેમ્બરે પણ ઉત્તરાખંડમાં ભૂકંપ આવ્યો હતો અને તે પહેલા 12 ડિસેમ્બરે પણ ભૂકંપ આવ્યો હતો.
વાડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ હિમાલયન જીઓલોજીના સિનિયર સિસ્મોલોજિસ્ટ ડૉ. અજય પૉલના જણાવ્યા અનુસાર, જે રીતે ભારતીય પ્લેટ દર વર્ષે યુરેશિયન પ્લેટ તરફ ચારથી પાંચ સેન્ટિમીટર આગળ વધી રહી છે, તે રીતે સતત ભૂસ્તરશાસ્ત્રીય હિલચાલ થઈ રહી છે.