- ઉત્તરકાશીમાં ભૂકંપના આચંકાઓ
- રિક્ટર સ્કેલ પર તીવ્રતા 3.0 નોંધાઈ
દહેરાદૂનઃ- દેશભરમાં ઘણા સમયથી ભૂકંપ આવવાની ઘટનાઓ વધતી જઈ રહી છે ખાસ કરીને દિલ્હી ,જમ્મુ કાશ્મીર અને પહાડી વિસ્તારોમાં ભૂકંપના સામાન્યથી ભારે ઝટકાઓ નોઁધાતા રહેતા હોય છે જેમાં ઉત્તરાખંડ પણ એવું રાજ્ય છે જ્યા અવાર નવાર ભૂકંપની ઘટનાઓ સામે આવે છએ ત્યારે ફરી એક વખત ઉત્તારાખંડ ઉત્તરકાશીની ઘરા ઘ્રુજી ઉઠી હતી.
આ સાથે જ લદ્દાખમાં ભૂકંપના આંચકાઓ આવ્યા હોવાની માહિતી મળી છે. લદ્દાખમાં ગુરુવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રહેણાંક વિસ્તારોમાં લોકો ઘરની બહાર આવી ગયા હતા. જો કે આના કારણે કોઈ નુકસાનના સમાચાર નથી.
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી સેન્ટરે આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.5 માપી હતી. તે એક મજબૂત ભૂકંપ હતો. જો તેની તીવ્રતા થોડી વધારે હોત તો પરિસ્થિતિ ગંભીર બની શકી હોત.આ બન્ને સ્થળો વહેલી સવારે જ ભૂકંપની ઘટનાઓ બની છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે ઉત્તરાખંડમાં આજે સવારે ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.0 નોધાઈ હતી. આ આંચકા હળવા હતા, પરંતુ તેના કારણે સ્થાનિક લોકો ગભરાટમાં આવી ગયા છે લોકો ઘરની બહાર આવી ગયા હતા.
આ સાથે જ આ ભૂકંપનું કેન્દ્ર જિલ્લા મુખ્યાલયની નજીક આવેલા મંડો ગામના જંગલોમાં જણાવવામાં આવી રહ્યું છે. અત્યાર સુધી આ ભૂકંપના કારણે કોઈ નુકસાનના સમાચાર નથી. આ સાથે જ થોડા સમય પહેલા લદ્દાખમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
ઉત્તરકાશીમાં સવારે 5 વાગ્યેને 40 મિનિટે આ ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. હાલમાં કોઈ જાનહાની કે જાનમાલના નુકસાનની કોઈ માહિતી નથી, પરંતુ ભૂકંપના જોરદાર આંચકાને કારણે લોકો ઘરની બહાર નીકળી ગયા હતા. ઉત્તરકાશી, પિથોરાગઢ, ચમોલી અને બાગેશ્વર એ ઉત્તરાખંડના જિલ્લા છે જ્યાં વારંવાર ભૂકંપ આવે છે.
ઉલ્લેખનીય છએ કે આ પહેલા પણ 4 માર્ચના રોજ ભૂકંપના આચંકાઓ અનુભવાયા હતા જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.5 માપવામાં આવી હતી. તેનું કેન્દ્ર ભટવાડી તાલુકા હેઠળના સિરોરના જંગલોમાં હતું.ઉત્તરકાશી જિલ્લાના લોકોએ એક વર્ષમાં ઘણી વખત ભૂકંપના આંચકા અનુભવ્યા છે. વર્ષ 1991ના વિનાશક ભૂકંપની દુર્ઘટનાનો ભોગ બનેલા જિલ્લામાં ત્યારથી સતત ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે.આ સહીત 21 માર્ચે રાજ્યના ચમોલી, દેહરાદૂન, મસૂરી, ઉત્તરકાશી, રૂરકી, ચમોલી અને હરિદ્વારમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.6 માપવામાં આવી હતી.