Site icon Revoi.in

ઉત્તરખાંડના ચમોલીમાં ભૂકંપના આચંકાઓ અનુભવાયા, રિક્ટર સ્કેલ પર તીવ્રતા 3.3 નોંધાઈ

Social Share

દિલ્હીઃ- દેશના કેટલાક ભાગોમાં અવાન નવાર ભૂંકપના આચંકાઓ આવતા હોય છે આજે વહેલી વસારે મ્યાનમારની ઘરા ઘ્રુજી ઉઠી હતી તો અવાર નવાર ઉત્તરાખંડની ઘરા પણ ઘ્રુજતી હોય છએ ત્યારે હાલ એક કલાક પહેલા જ ફરી ઉત્તરાખંડના ચમોલીમાં ભૂકંપના આચંકાઓ આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે ઉત્તરાખંડમાં ફરી એકવાર ધરતી ધ્રૂજવાથી લોકો તાત્કાલિક ઘરની બહાર ્ને દુકાનોની બહાર દોડી આવ્યા હતા અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો લોકોમાં ભયનો માહોલ જોવા મળઅયો છે.

જાણકારી અનુસાર આજરોજ ગુરુવારે સવારે લગભગ 9 વાગ્યેને 50 મિનિટ બાદ  ચમોલી અને રાદ્રપ્રયાગ જિલ્લામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા, ત્યારબાદ લોકો ઘર, ઓફિસ અને દુકાનોમાંથી બહાર આવી ગયા હતા.

રિક્ટર સ્કેલ પર  ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.3 નોંધાવામાં આવી ક છે. હાલમાં જાન-માલને કોઈ નુકસાન થયાના અહેવાલ નથી. ડિઝાસ્ટર કંટ્રોલ વિભાગ જિલ્લામાંથી સતત અપડેટ લઈ રહ્યું છે.જો કે આ પહેલી વખત નથી કે અહી ભૂકંપ આવ્યો હોય મહિનામાં એકથી વધુ વખત અહી ભૂકંપના આચંકાઓ આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, ઉત્તરાખંડ રાજ્ય ભૂકંપની દૃષ્ટિએ ખૂબ જ સંવેદનશીલ છે. રાજ્યના ઘણા જિલ્લા ભૂકંપની દૃષ્ટિએ ઝોન ચાર અને પાંચમાં આવે છે. આ જ કારણ છે કે આ જિલ્લાઓમાં વારંવાર ભૂકંપના આંચકા અનુભવાય છે.તેજ રીતે જમ્મુ કાશ્મીર સહીત દિલ્હીમાં પણ અનેક વખત ભૂકંપના આચંકાઓ આવ્યા છે.