- અફઘાનિસ્તાના ના કાબૂલમાં ભૂકંપ
- ભૂકંપની તીવ્રતા 4.3 નોંધાઈ
દિલ્હીઃ- અફઘાનિસ્તાન કે જ્યાં અવાર નવરા ભૂકંપના આચંકાઓ આવતા હોય છે જ્યારે ફરી એક વખત અફઘાનિસ્તાનના કાબૂલ પાસની ઘરા ઘ્રુજી ઉઠીના એહવાલ સામે આવી રહ્યા છે.આ પહેલી કે બીજી વખત નથી કે અહી ભૂકંપ આવ્યો હોય અહી અનેક લોકોના જીવ ગયા હોય તેવા ભૂકંપ પણ ઘણી વખત આવી ચૂક્યા છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે અફઘાનિસ્તાનમાં ફરી ભૂકંપના આંચકાઓ અનુભવાયા છે. રાજધાની કાબુલથી થોડે દૂર આજે સવારે અંદાજે 8 વાગ્યેને15 મિનિટે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીનું કહેવું છે કે તેની તીવ્રતા 4.3 નોંધાઈ હતી.
મળતી માહિતી મુજબ સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. વહેલી સવારનો સમય હોવાને કારણે લોકો ઊંઘમાંથી ઉઠતા જ હતા ત્યારે ભૂકંપના આંચકાથી લોકો ઘરની બહાર નીકળીને ભાગવા લાગ્યા હતા. અત્યાર સુધી મળતી માહિતી મુજબ જાન-માલના નુકસાનના કોઈ સમાચાર નથી, પરંતુ ભૂકંપને લઈને લોકો ભયભીત છે.કેટલાક લોકો ઘરની બહાર પણ દોડી આવ્યા હતા.
આ પહેલા અફઘાનિસ્તાનમાં ઘણી વખત જાનલેવા ભૂકંપ આવી ચૂક્યા છે જેમાં ઘણા લોકોના મોત થયા હોય તેવી પણ ઘટનાઓ છે.જો કે આજે આવેલા ભૂકંપના આચંકાો સામાન્ય હોવાથી કોઈ જાનમાલને નુકશાન થયું હોવાના સમાચાર સામે આવ્યા નથી.