Site icon Revoi.in

આંદામાન અને નિકોબારમાં ભૂકંપના આંચકા,રિક્ટર સ્કેલ પર 4ની તીવ્રતા નોંધાઈ

Social Share

દિલ્હી : આંદામાન અને નિકોબારમાં શુક્રવારે મોડી રાત્રે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.0 માપવામાં આવી છે. હાલમાં કોઈ નુકસાનની માહિતી નથી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (એનસીએસ) અનુસાર, શુક્રવારે પોર્ટ બ્લેરમાં લગભગ 11:56 વાગ્યે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.

છેલ્લા ઘણા દિવસોથી અલગ અલગ જગ્યાએ ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે. આ પહેલા 24 માર્ચે છત્તીસગઢના અંબિકાપુરમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.9 માપવામાં આવી હતી. આમાં કોઈપણ પ્રકારનું નુકસાન થયું નથી.

દક્ષિણ અમેરિકાના દેશ ચિલીમાં 30 માર્ચે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. ગુરુવારે મોડી રાત્રે આવેલા આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.2 માપવામાં આવી હતી. આ પછી અફઘાનિસ્તાનમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપ ચિલીમાં 30 માર્ચે 23:03:12 વાગ્યે આવ્યો હતો. તેનું કેન્દ્ર જમીનની અંદર 13 કિમી ઊંડે હતું. આ પહેલા 23 માર્ચે ચિલીમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.3 માપવામાં આવી હતી.

જાણકારો મુજબ જમીનના અંદરના ભાગમાં આવેલા પ્લેટની જે હલન ચલન થાય છે અથવા તેના પર આવતા દબાણના કારણે ભૂકંપ આવ્યો હોય તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. લોકો દ્વારા હાલ સતર્કતા અને સલામતી દાખવવામાં આવી રહી છે .જેના કારણે જાનહાનિ  થઈ રહી નથી.અચાનક આવતા ભૂકંપના કારણે લોકોમાં પરેશાની પણ વધારે જોવા મળી રહી છે.