ઇમ્ફાલ: મણિપુરમાં સોમવારે મોડી રાત્રે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ આંચકાઓની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.1 માપવામાં આવી હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, તેનું કેન્દ્ર રાજ્યના ઉખરુલથી 66 કિમી દૂર હતું.
NCS અનુસાર, આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા માપવામાં આવી છે. આ ભૂકંપ સોમવારે રાત્રે 11:01 મિનિટ અને 49 સેકન્ડ પર આવ્યો હતો. તેનું કેન્દ્ર ઉખરુલમાં 20 કિમીની ઊંડાઈએ હતું.
આ સિવાય મંગળવારે સવારે 3.39 કલાકે અંદામાન સમુદ્રમાં પણ ભૂકંપ આવ્યો હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.4ની તીવ્રતા માપવામાં આવી છે. આ ભૂકંપનું કેન્દ્ર ભૂગર્ભમાં 93 કિમી ઊંડે હતું.
અગાઉના દિવસોમાં ઇન્ડોનેશિયામાં ભૂકંપના આંચકા આવ્યા હતા, ટર્નેટમાં આવેલા આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.0 માપવામાં આવી હતી. આ વર્ષે એપ્રિલમાં ઈન્ડોનેશિયામાં જોરદાર ભૂકંપ આવ્યો હતો, જેની તીવ્રતા 7.3 માપવામાં આવી હતી. આ ભૂકંપની સાથે જ લગભગ બે કલાક સુધી સુનામીની ચેતવણી પણ જારી કરવામાં આવી હતી.
સુનામીની ચેતવણી જારી થતાં જ સ્થાનિક અધિકારીઓએ અસરગ્રસ્ત વિસ્તારના રહેવાસીઓને તરત જ દરિયાકાંઠેથી દૂર ખસી જવા સૂચના આપી હતી. જોકે બાદમાં તેને હટાવી લેવામાં આવ્યો હતો. યુરોપીયન-મેડિટેરેનિયન સિસ્મોલોજિકલ સેન્ટર (EMSC) એ અગાઉ ભૂકંપની તીવ્રતા 6.9 હોવાનું જણાવ્યું હતું.
જાણકારો મુજબ જમીનના અંદરના ભાગમાં આવેલા પ્લેટની જે હલન ચલન થાય છે અથવા તેના પર આવતા દબાણના કારણે ભૂકંપ આવ્યો હોય તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. લોકો દ્વારા હાલ સતર્કતા અને સલામતી દાખવવામાં આવી રહી છે .જેના કારણે જાનહાનિ થઈ રહી નથી.અચાનક આવતા ભૂકંપના કારણે લોકોમાં પરેશાની પણ વધારે જોવા મળી રહી છે.