Site icon Revoi.in

કચ્છમાં 3.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો, ભચાઉ નજીક નોંધાયું કેન્દ્રબિંદુ

Social Share

અમદાવાદઃ રાજ્યમાં ફરીએકવા ભૂકંપનો આંચકો આવ્યો હતો. આ વખતે રાજ્યના સરહદી જિલ્લા કચ્છમાં ધરા ધ્રુજી હતી. ભૂકંપના પગલે લોકોમાં ભય ફેલાયો હતો. ભૂકંપનું કેન્દ્ર બિંદુ ભચાઉ નજીક નોંધાયું હતું અને તેની તીવ્રતા લગભગ 3.2 નોંધાઈ હતી. જો કે, સદનસીબે કોઈ જાન હાની નહીં થઈ હોવાનું જાણવા મળે છે.

સુત્રોના જણાવ્યા અનુસાર વર્ષ 2001માં કચ્છમાં આવેલો ગોઝારો ભૂકંપ હજુ રાજ્યની જનતા ભુલી નથી. આ ભૂકંપમાં કચ્છમાં ભારે તરાજી સર્જાઈ હતી. વર્ષ 2001માં આવેલા ભૂકંપ બાદ કચ્છમાં અવાર-નવાર ભૂકંપના હળવા આંચકા નોંધાય છે. એટલું જ નહીં રાજ્યના પેટાળમાં ફોલ્ટલાઈન સક્રીય હોવાથી અવાર-નવાર ભૂકંપના આંચકા હોવાનું મનાઈ રહ્યું છે. રાજ્યમાં છેલ્લા કેટલાક વર્ષોથી સૌરાષ્ટ્ર-કચ્છ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં ભૂકંપના હળવા આંચકા આવે છે. જો કે, હળવા આંચકા આવતા હોવાથી મોટી જાનહાની સર્જાવાની શકયતા નથી.

દરમિયાન રાજ્યના સરહદી જિલ્લા કચ્છમાં આજે ભૂકંપનો આંચકો આવ્યો હતો. ભૂકંપનો આંચકો આવતા લોકો ઘરની બહાર દોડી ગયા હતા. ભૂકંપના પગલે લોકોમાં ભય ફેલાયો હતો. આ ભૂકંપનું તીવ્રતા રિકટર સ્કેલ ઉપર 3.2 નોંધાઈ છે. તેમજ ભૂકંપનું કેન્દ્ર બિંદુ ભચાઉથી 10 કિમી દૂર નોંધાયું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, ગઈકાલે નર્મદા જિલ્લામાં ભૂકંપનો આંચકો આવ્યો હતો. આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ કેવડિયાથી માત્ર 5 કિમી દૂર નોંધાયું હતું. નર્મદામાં આવેલા ભૂકંપના આંચકામાં પણ કોઈ જાનહાની થઈ ન હતી.